વિરાટ કોહલીએ હાલમાં જ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો છે. આઈપીએલ બાદ તે મેદાન પર જોવા મળ્યો નથી. તેને પહેલા જ T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી પણ સંન્યાસ લીધો છે. પરંતુ હવે કોહલીનો વારસો આગળ વધારવાની જવાબદારી તેના ભત્રીજાએ લીધી છે. કોહલીનો ભત્રીજો આર્યવીર કોહલીએ દિલ્હી પ્રીમિયર લીગના ઓક્શનમાં સામેલ કરવામાં આવ્યો છે.


વિરાટ કોહલીના મોટા ભાઈના પુત્ર આર્યવીર કોહલી સાથે વીરેન્દ્ર સહેવાગના પુત્ર આર્યવીર સહેવાગને પણ દિલ્હી પ્રીમિયર લીગના ઓક્શન ડ્રાફ્ટમાં સામેલ કરવામાં આવ્યો છે. આ ટુર્નામેન્ટનો ઓક્શન 5 જુલાઈએ થવાનો છે.

વિરાટ કોહલીથી અલગ સ્ટાઈલનો ખેલાડી છે આર્યવીર

આર્યવીર કોહલી પોતાના કાકા વિરાટ કોહલીથી ખૂબ જ અલગ સ્ટાઈલનો ખેલાડી છે. તે એક લેગ સ્પિનર છે અને વેસ્ટ દિલ્હી ક્રિકેટ સ્ટેડિયમમાં કોચ રાજ કુમાર શર્માના નિરીક્ષણમાં કોચિંગ લે છે. રાજ કુમાર શર્માએ વિરાટ કોહલીને પણ ટ્રેનિંગ આપી હતી. આર્યવીર કોહલીને સી કેટેગરીમાં રાખવામાં આવ્યો છે. આર્યવીર 2024-24 દિલ્હી અંડર-16 ટીમ માટે રજિસ્ટર્ડ ખેલાડી રહ્યો છે.

આર્યવીર સહેવાગ પણ ઓક્શન લિસ્ટ સામેલ

વીરેન્દ્ર સહેવાગના પુત્ર આર્યવીરે દિલ્હી અંડર-19 ટીમમાં રમી ચૂક્યો છે. તેને મેઘાલય સામે 297 રનની ધમાકેદાર ઈનિંગ રમી હતી. આ પ્રદર્શનને કારણે તેને કેટેગરી Bમાં સ્થાન મળ્યું. તેનો નાનો ભાઈ વેદાંત સહેવાગ, જે એક ઓફ સ્પિનર છે, તે દિલ્હી અંડર-16 ટીમનો ભાગ રહી ચૂક્યો છે.

દિલ્હી પ્રીમિયર લીગમાં હવે રમશે 8 ટીમ

આ વર્ષથી દિલ્હી પ્રીમિયર લીગમાં કુલ આઠ ફ્રેન્ચાઈઝી મેદાન પર ઉતરશે. હાલની છ ટીમો સાથે નવી બે ટીમો આઉટર દિલ્હી અને નવી દિલ્હી પણ જોડાશે. જેમાં ઈસ્ટ દિલ્હી રાઈડર્સ, નોર્થ દિલ્હી સ્ટ્રાઈકર્સે, વેસ્ટ દિલ્હી લાયન્સ, સાઉથ દિલ્હી સુપરસ્ટાર, પુરાની દિલ્હી 6 અને સેન્ટ્રલ દિલ્હી કિંગ્સની ટીમો પહેલાથી જ સામેલ છે.

દિલ્હી પ્રીમિયર લીગની પહેલી સીઝનમાં હિંમત સિંહની ઈસ્ટ દિલ્હીએ આયુષ બદોનીની સાઉથ દિલ્હી સુપરસ્ટાર પર ત્રણ રનની રોમાંચર જીત મેળવીને ટુર્નામેન્ટનું પહેલું ટાઈટલ જીત્યું હતું.

  • Follow us on: