હાર્દિક પંડ્યાએ માલદીવમાં મોડેલ માહિકા શર્મા સાથે પોતાનો 32મો જન્મદિવસ ઉજવ્યો. એરપોર્ટ પર સાથે જોવા મળ્યા બાદ અને બીચના ફોટા શેર કર્યા બાદ ચાહકોએ તેમના સંબંધોને સત્તાવાર જાહેર કર્યા છે.


માહિકા શર્મા સાથે હાર્દિક પંડ્યાની જન્મદિવસની ઉજવણી

ભારતીય ક્રિકેટના પ્રતિભાશાળી ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા આજે 32 વર્ષના થયો છે અને આ વખતે તેમના જન્મદિવસનો ઝમેલો ફિલ્મી દ્રશ્યોથી ઓછો નહોતો. મેદાન પર તેમના જોરદાર બેટિંગ અને સ્ટાઇલિશ પર્ફોર્મન્સ માટે પ્રસિદ્ધ હાર્દિક હવે પોતાના વ્યક્તિગત જીવનને કારણે પણ સતત ચર્ચામાં રહે છે. જન્મદિવસની ઉજવણી પહેલા જ, તેણે તેના જીવનમાં નવા સંબંધની માહિતી દુનિયાને આપી. ટિમ ઈન્ડિયાના આ સ્ટાર ક્રિકેટરે સ્પષ્ટ કર્યું કે હવે તેમના દિલમાં એક ખાસ વ્યક્તિ છે, તે છે મોડેલ માહિકા શર્મા.

ઇન્સ્ટાગ્રામ પર પ્રેમભર્યા મેસેજ સાથે તસવીરો

હાર્દિકે ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં માલદીવના સુંદર બીચ પરના પોતાના અને માહિકાના ફોટા શેર કર્યા, જ્યાં બંને ખુશ નજર આવ્યા. આ તસ્વીરોને જોઇને ફેન્સનું માનવું છે કે હાર્દિકે હવે તેના સંબંધોને ખુલ્લી માન્યતા આપી દીધી છે. માહિકા શર્માએ આ ફોટા સાથે કોઈ કેપ્શન ન આપતાં પણ કાળા અને સફેદ રંગના ફોટા, પરિવાર સાથેના મોમેન્ટ અને જન્મદિવસની સજાવટ દર્શાવતી તસવીરો પોસ્ટ કરી હતી, જેનાથી સ્પષ્ટ થયું કે તેણે તેનો દિવસ ખૂબ જ ખાનગી રીતે ઉજવ્યો હતો. જો કે હજુ તેમના સંબંધોની તેઓએ કોઈ પુષ્ટિ કરી નથી તેઓએ ખાલી ફોટા સોશિયલ મીડિયામાં શેર કર્યા હતા જે ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. 

એરપોર્ટ પર દેખાયા સાથે સાથે

જન્મદિવસના એક દિવસ પહેલા શુક્રવારે સવારે હાર્દિક અને માહિકા બંને મુંબઈ એરપોર્ટ પર સાથે દેખાયા હતા. બંને કાળા કપડાંમાં દેખાયા અને તેમનું આગમન સાથે જ કેમેરા સામે આવતા જ ચર્ચા શરૂ થઇ ગઈ. 

નતાશાથી અલગ થયા પછી, પ્રેમ ફરી પાછો ફર્યો
હાર્દિક પંડ્યાનું અંગત જીવન છેલ્લા કેટલાક મહિનાઓથી હેડલાઇન્સમાં છે. નતાશા સ્ટેનકોવિકથી અલગ થયા પછી, તેનું નામ બ્રિટિશ ગાયિકા જાસ્મીન વાલિયા સાથે પણ જોડાયું હતું. જોકે હાર્દિકે ક્યારેય ખુલીને વાત કરી નથી, પરંતુ આ વખતે તેના ફોટાએ શબ્દો વિના બધું કહી દીધું છે.

  • Follow us on: