મહેન્દ્ર સિંહ ધોની માત્ર ભારતના સૌથી સફળ કેપ્ટનોમાંના એક નથી. પરંતુ હવે તેમને દેશના સૌથી ધનિક ખેલાડીઓની લિસ્ટમાં પણ સામેલ થયો છે. તેની કુલ સંપત્તિ હવે 1040 કરોડ રૂપિયાને પાર થઈ ગઈ છે. પરંતુ જો તમે વિચારી રહ્યા છો કે આ બધી આવક ફક્ત ક્રિકેટમાંથી આવી છે, તો એવું નથી.
મહેન્દ્ર સિંહ ધોની પાસે આવકના ઘણા સ્ત્રોત છે. તેને ખેતી, વ્યવસાય, બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ અને રોકાણ જેવા ઘણા ક્ષેત્રોમાં પોતાનો બિઝનેસ ફેલાવ્યો છે. તમને જણાવી દઈએ કે મહેન્દ્ર સિંહ ધોનીના તે વ્યવસાયો અને એન્ડોર્સમેન્ટ વિશે.
ખેતી વ્યવસાય
Also Read
MS Dhoniના બર્થડે માટે વૈભવ સૂર્યવંશીએ કરી ખાસ તૈયારી! માહીને આપશે ગિફ્ટ
6,6,6,6,6,6,6,6,6,6... વૈભવ સૂર્યવંશીએ સદી ફટકારીને રચ્યો ઈતિહાસ, ખેલાડીએ ઈંગ્લિશ બોલરને કર્યા હેરાન
Shubman Gillને હેરી બ્રુકે મેચ ડ્રો કરવા માટે કરી રિકવેસ્ટ, ઈંગ્લેન્ડના ખેલાડીને હારનો ડર! જુઓ VIDEO
મહેન્દ્ર સિંહ ધોનીને ખેતીનો ખૂબ શોખ છે. તે પોતાના વતન રાંચીમાં ઓર્ગેનિક ખેતી કરે છે. તે સ્ટ્રોબેરી, તરબૂચ, શાકભાજી અને ફૂલો પણ ઉગાડે છે. તેની ખેતીનો વ્યાપ હવે એટલો વધી ગયો છે કે તે દેશના ઘણા ભાગોમાં ઉત્પાદનો સપ્લાય કરે છે.
Seven ધોનીના કપડાની બ્રાન્ડ
એમએસ ધોની પાસે સેવન નામની સ્પોર્ટ્સ એપેરલ બ્રાન્ડ છે, જેનો તે બ્રાન્ડ એમ્બેસેડર પણ છે. આ બ્રાન્ડના શૂઝ, કપડાં અને સ્પોર્ટ્સવેર ઓનલાઈન અને ઓફલાઈન બંને પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે.
હોટેલ બિઝનેસ માહી રેસિડેન્સી
એમએસ ધોનીએ હોટેલ ઉદ્યોગમાં પણ પ્રવેશ કર્યો છે. રાંચીમાં આવેલી તેની હોટેલ માહી રેસિડેન્સી સામાન્ય લોકોમાં ખૂબ જ પોપ્યુલર છે. તે ફાઈવ સ્ટાર હોટેલ નથી, પરંતુ તેમ છતાં તેને Airbnb, OYO અને MakeMyTrip જેવા પ્લેટફોર્મ પરથી સરળતાથી બુક કરી શકાય છે.
એમએસ ધોની ગ્લોબલ સ્કૂલ
એમએસ ધોનીએ ટેક જાયન્ટ સત્યા નડેલા (સીઈઓ, માઈક્રોસોફ્ટ) સાથે મળીને બેંગ્લોરમાં એમએસ ધોની ગ્લોબલ સ્કૂલ શરૂ કરી છે. આ અંગ્રેજી માધ્યમની સ્કૂલ સીબીએસઈ અભ્યાસક્રમ પર આધારિત છે, જ્યાં આધુનિક ટેકનોલોજી અને નિષ્ણાતોની મદદથી શિક્ષણ આપવામાં આવે છે.
રોકાણો અને બેવરેજ બ્રાન્ડ્સ
એમએસ ધોનીએ 7Ink Brews નામની બેવરેજ અને ચોકલેટ બ્રાન્ડ કંપનીમાં રોકાણ કર્યું છે. આ કંપનીની પોપ્યુલર ચોકલેટ બ્રાન્ડ Copter7 છે, જેનું નામ ધોનીના ફેમસ "હેલિકોપ્ટર શોટ" પરથી પ્રેરિત છે.
બ્રાન્ડ એન્ડોર્સમેન્ટથી કરોડોની કમાણી
એમએસ ધોની ઘણી ફેમસ બ્રાન્ડ્સ સાથે સંકળાયેલો છે અને જાહેરાત ડીલ્સ દ્વારા પણ ઘણી કમાણી કરે છે. તેની વિશ્વસનીય અને શાંત ઈમેજ તેને બ્રાન્ડ્સ માટે એક સંપૂર્ણ ચહેરો બનાવે છે.
મહેન્દ્ર સિંહ ધોની આજે ફક્ત એક ક્રિકેટર નથી, પરંતુ એક બ્રાન્ડ, બિઝનેસમેન અને ઈન્વેસ્ટર બની ગયો છે. રમતમાંથી નિવૃત્તિ લીધા પછી પણ તેને જે રીતે પોતાની પોપ્યુલારિટી અને આવક જાળવી રાખી છે તે દરેક યુવાનો માટે પ્રેરણારૂપ છે. મેદાનની બહાર પણ માહીનો ચાર્મ અકબંધ રહે છે.
BCCI કેટલા પૈસા આપે છે?
મીડિયા એક રિપોર્ટ મુજબ મહેન્દ્ર સિંહ ધોનીએ ભારત માટે 90 ટેસ્ટ, 350 વનડે અને 98 T20 ઈન્ટરનેશનલ મેચ રમી છે. આ આધારે તેને BCCI તરફથી દર મહિને 70,000 રૂપિયાનું પેન્શન મળે છે. આ રકમ ભૂતપૂર્વ ટેસ્ટ ખેલાડીઓની ઉચ્ચ કેટેગરીમાં આવે છે, જેમનું પેન્શન 50,000 રૂપિયાથી વધારીને 70,000 રૂપિયા કરવામાં આવ્યું હતું.