રોહિત શર્મા વિસ્ફોટક બેટિંગમાં માસ્ટર છે અને માત્ર થોડા બોલમાં મેચનો રસ્તો બદલી નાખવાની ક્ષમતા ધરાવે છે. તેને ન્યુઝીલેન્ડ સામેની પ્રથમ વનડેમાં મજબૂત શરૂઆત કરી હતી, પરંતુ બાદમાં તે પોતાની ઈનિંગ લંબાવવામાં નિષ્ફળ ગયો અને પેવેલિયન પાછો ફર્યો. તેમ છતાં તેને ઈન્ટરનેશનલ ક્રિકેટમાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે.
રોહિત શર્માનું શાનદાર પ્રદર્શન
ભારતીય ટીમ માટે રોહિત શર્માએ પહેલી વનડેમાં 26 રનની ઈનિંગ રમી હતી, જેમાં તેને 2 છગ્ગા અને 3 ચોગ્ગા ફટકાર્યા. કાયલ જેમિસનના બોલ પર મોટો સ્ટ્રોક રમવાનો પ્રયાસ કરતી વખતે તે કિવી કેપ્ટન માઈકલ બ્રેસવેલના હાથે કેચ આઉટ થયો હતો. મેચમાં 2 છગ્ગા ફટકારીને રોહિતે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 650 છગ્ગા પૂરા કર્યા અને આવું કરનાર દુનિયાનો પહેલો બેટ્સમેન બન્યો. ઈન્ટરનેશનલ ક્રિકેટમાં તેની પહેલા કોઈએ આ સિદ્ધિ મેળવી ન હતી.
રોહિત વનડે ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગા ફટકારનાર ઓપનર બન્યો
રોહિત શર્મા વનડે ક્રિકેટ ઈતિહાસમાં સૌથી વધુ છગ્ગા ફટકારનાર ઓપનિંગ બેટ્સમેન પણ બની ગયો છે, તેને ક્રિસ ગેલનો રેકોર્ડ તોડ્યો છે. રોહિત પાસે હવે વનડે ક્રિકેટમાં ઓપનર તરીકે 329 છગ્ગા છે, જ્યારે ક્રિસ ગેલે ઓપનર તરીકે 328 છગ્ગા ફટકાર્યા હતા.
ODI ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગા મારનારા ઓપનર્સ
| ઓપનર બેટ્સમેન | સિક્સ |
| રોહિત શર્મા | 329 |
| ક્રિસ ગેલ | 328 |
| સનથ જયસૂર્યા | 263 |
| માર્ટિન ગુપ્ટિલ | 174 |
| સચિન તેંડુલકર | 167 |
રોહિત શર્માએ વનડે ક્રિકેટમાં 33 સદી ફટકારી
રોહિત શર્માએ 2007 માં વનડે ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું અને શરૂઆતમાં તે સારું પ્રદર્શન કરી શક્યો ન હતો, પરંતુ ત્યારબાદ મહેન્દ્ર સિંહ ધોનીએ તેને ઓપનિંગ માટે પ્રમોટ કર્યો અને ત્યારથી તેને પાછળ વળીને જોયું નથી. તેને હવે 280 વનડે મેચમાં કુલ 11,542 રન બનાવ્યા છે, જેમાં 33 સદી અને 61 અડધી સદી ફટકારી છે.
આ પણ વાંચો: Shubman Gillએ T20 વર્લ્ડકપ 2026માંથી બહાર થવા પર મૌન તોડ્યું, કહ્યું- 'હું આ નિર્ણય...'