ટીમ ઈન્ડિયા અત્યારે ઈંગ્લેન્ડ પ્રવાસ પર છે, જ્યાં રોહિત શર્મા અને વિરાટ કોહલી ટીમ ઈન્ડિયાનો ભાગ નથી કારણ કે બંને દિગ્ગજ ખેલાડીઓ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો છે. રોહિત-વિરાટ હવે ફેન્સને વનડે ફોર્મેટમાં જ રમતાં જોવા મળશે.
ટીમ ઈન્ડિયા ઓગસ્ટમાં બાંગ્લાદેશ પ્રવાસ પર છે, પરંતુ તેને લઈને હજુ સુધી પુષ્ટિ થઈ નથી કે ક્યારે ભારતીય ટીમ બાંગ્લાદેશ પ્રવાસ જશે. બાંગ્લાદેશની સ્થિતિ અત્યારે યોગ્ય નથી, જેના કારણે ટીમ ઈન્ડિયાને બાંગ્લાદેશ પ્રવાસ પર સરકારની મંજૂરી મળી નથી.
રોહિત-વિરાટ માટે જોવી પડશે વધુ રાહ!
ભારતીય ટીમના બે દિગ્ગજ રોહિત શર્મા અને વિરાટ કોહલી T20 ઈન્ટરનેશનલ અને ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ ચૂક્યા છે. છેલ્લી વખત બંને ખેલાડીઓ ટીમ ઈન્ડિયા માટે ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માં રમતાં જોવા મળ્યા હતા. હવે ટીમ ઈન્ડિયા બાંગ્લાદેશના પ્રવાસ કરશે તો ફરી આ બંને દિગ્ગજ વનડે સિરીઝમાં ટીમ ઈન્ડિયા માટે રમતાં જોવા મળશે, જેના કારણે ફેન્સને વધુ રાહ જોવી પડશે. આ દરમિયાન ટીમ ઈન્ડિયાએ 3 વનડે અને 3 T20 મેચની સિરીઝ રમવાની છે.
સિરીઝને લઈને બાંગ્લાદેશ ક્રિકેટનું નિવેદન
બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ અમીનુલ ઈસ્લામે કહ્યું કે 'બીસીસીઆઈ સાથે અમારી સકારાત્મક ચર્ચા ચાલી રહી છે. આ ઓગસ્ટ અથવા સપ્ટેમ્બરમાં જેમ નહીં પરંતુ અમે આ વિશે ચર્ચા કરી રહ્યા છે કે આ સિરીઝ કેવી રીતે આયોજિત કરી શકીયે છીએ અને જો અમે આયોજિત ન કરી શકીયે તો આ અમે કોઈ અન્ય સંભવિત સમય પર આયોજિત કરીશું.'
આઈસીસી ફ્યૂચર ટૂર્સ પ્રોગ્રામ હેઠળ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 3 મેચની વનડે સિરીઝનું આયોજન 17 ઓગસ્ટથી થવાનું છે. સિરીઝની છેલ્લી મેચ 23 ઓગસ્ટ સુધી રમાશે, જેના પર અત્યારે સંકટના વાદળો છવાયેલા છે. તમને જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયાએ વર્ષ 2014 બાદ બાંગ્લાદેશ સાથે કોઈ વનડે સિરીઝ રમી નથી.