કોર્બિન બોશે સાઉથ આફ્રિકા માટે મંગળવારે ઈતિહાસ રચ્યો. જે કામ સાઉથ આફ્રિકા માટે અત્યાર સુધી ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં કોઈ કરી શક્યું નથી, તે કામ કોર્બિન બોશે કરી દીધું છે.


કોર્બિન બોશે પહેલા મેચમાં સદી ફટકારી અને તે પછી તેને પાંચ વિકેટ પણ લીધી. પરંતુ સાઉથ આફ્રિકાના ખેલાડીએ આ પહેલા પણ આવું કામ કર્યું છે, પરંતુ તમને જણાવી દઈએ કે કોર્બિન બોશે એવું શું કર્યું છે, જે આ ટીમના કોઈ ખેલાડીએ ક્યારેય કર્યું નથી.

જિમી સિંક્લેયરે 1899માં પહેલી વાર સાઉથ આફ્રિકા માટે રચ્યો ઈતિહાસ

જિમી સિંક્લેયર સાઉથ આફ્રિકા માટે એવો પહેલો ખેલાડી હતો, જેને એક જ ટેસ્ટમાં સદી ફટકારી અને પાંચ વિકેટ પણ લીધી. આ કામ જિમી સિંક્લેયરે 1899માં ઈંગ્લેન્ડ સામે કેપટાઉન ટેસ્ટમાં આ કર્યું હતું. આ પછી વર્ષ 1910માં ઈંગ્લેન્ડ સામે ઓબ્રે ફોકનરે ફરીથી આ જ કામ કર્યું હતું. આ વખતે મેદાન જોહાનિસબર્ગ હતું.

જેક્સ કાલિસે એક જ મેચમાં બે વાર સદી ફટકારી અને પાંચ વિકેટ લીધી

આ પછી લાંબા સમય સુધી રાહ જોયા બાદ જેક્સ કાલિસને આ સિદ્ધિ મળી. પરંતુ જેક્સ કાલિસ સાઉથ આફ્રિકા માટે બે વાર આ સિદ્ધિ હાંસલ કરનાર ખેલાડી છે. પહેલી વાર તેને 1999માં વેસ્ટ ઈન્ડિઝ સામે સદી ફટકારવાની સાથે પાંચ વિકેટ પણ લીધી હતી અને ત્યારબાદ તેને 2002 માં પોચેફસ્ટ્રુમમાં આ સિદ્ધિ મેળવી હતી.


કોર્બિન બોશે રચ્યો ઈતિહાસ

વર્ષ 2002 બાદ કોઈ પણ સાઉથ આફ્રિકાનો ખેલાડી આ કરી શક્યો ન હતો, પરંતુ હવે કોર્બિન બોશે લાંબી રાહનો અંત લાવ્યો છે. આ દરમિયાન આ બધા ખેલાડીઓએ ઘરઆંગણે સદી ફટકારવાની અને પાંચ વિકેટ લેવાની સિદ્ધિ હાંસલ કરી હતી, પરંતુ કોર્બિન બોશે વિદેશી ધરતી પર આ સિદ્ધિ મેળવી. એટલે કે કોર્બિન બોશે ઘરની બહાર આ સિદ્ધિ મેળવનાર પહેલો સાઉથ આફ્રિકાનો ખેલાડી બન્યો છે.

કોર્બિન બોશે મચાવી ધૂમ

મેચની પહેલી ઈનિંગમાં કોર્બિન બોશ આઠમા નંબરે બેટિંગ કરવા આવ્યો. તેને 124 બોલનો સામનો કર્યો અને 100 રન બનાવ્યા અને અંત સુધી અણનમ રહ્યો. સાઉથ આફ્રિકાએ 9 વિકેટના નુકસાન પર 418 રન બનાવીને પોતાનો બીજો દાવ ડિકલેર કર્યો. આ દરમિયાન કોર્બિન બોશે 10 ચોગ્ગા ફટકાર્યા. આ પછી જ્યારે તે બોલિંગ કરવા આવ્યો ત્યારે તેને પાંચ વિકેટ પણ લીધી. 

  • Follow us on: