ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે હેડિંગ્લી ખાતે રમાઈ રહેલી પહેલી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. રિષભ પંતે પહેલી ઈનિંગમાં સદી ફટકારી હતી. આ પછી તેને ગુલાટી મારીને સેલિબ્રેશન કર્યું. આ પછી તેને બીજી ઇનિંગમાં પણ શાનદાર સદી ફટકારી અને ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા.


રિષભ પંતે એક ટેસ્ટ મેચમાં 2 સદી ફટકારનાર પહેલો ભારતીય વિકેટકીપર બેટ્સમેન પણ બન્યો. પરંતુ બીજી ઈનિંગમાં સદી ફટકાર્યા પછી પંતે ગુલાટી મારીને સેલિબ્રેશન કર્યું ન હતી. જ્યારે સુનીલ ગાવસ્કરે તેને ઘણી વખત ગુલાટી મારવાનું કહ્યું હતું.

સુનીલ ગાવસ્કરની વાત ન સ્વીકારી

પંતે બીજી ઈનિંગમાં શાનદાર બેટિંગ કરી. તેને ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ પણ ફટકાર્યો. બીજી ઈનિંગમાં રિષભ પંત પોતાની અડધી સદી પછી આક્રમક બેટિંગ કરી રહ્યો હતો. તેને ઝડપી બેટિંગ કરીને પોતાની સદી પણ પૂર્ણ કરી. પંતની સદી પછી ફેન્સ અપેક્ષા રાખતા હતા કે તે ગુલાટી મારીને સેલિબ્રેશન કરશે. પરંતુ તેને તેમ કર્યું નહીં.


સ્ટેન્ડમાં ઊભેલા સુનીલ ગાવસ્કર પણ સતત પંતને ગુલાટી મારવા માટે ઈશારો કરી રહ્યા હતા. પરંતુ પંતે તેની વાત સાંભળી નહીં. પંતે તેને પછીથી ઈશારામાં ગુલાટી મારવાનું કહ્યું. હવે આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

રિષભ પંતની શાનદાર સદી

રિષભ પંતે પહેલી ઈનિંગમાં 178 બોલમાં 134 રન બનાવ્યા હતા. જ્યારે બીજી ઈનિંગમાં તેને 140 બોલમાં 118 રન બનાવ્યા હતા. બીજી ઈનિંગ દરમિયાન તેને 15 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા. પરંતુ રિષભ પંત શોએબ બશીરનો શિકાર બન્યો.

રિષભ પંત પર કર્યો હતો કટાક્ષ

ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે બોર્ડર ગાવસ્કર ટ્રોફી રમી રહી હતી. ચોથી મેચમાં રિષભ પંત એક ખરાબ શોટ રમીને આઉટ થઈ ગયો હતો. આ દરમિયાન કોમેન્ટ્રી કરી રહેલા સુનીલ ગાવસ્કરે પંતના શોટને મૂર્ખ, મૂર્ખ, મૂર્ખ પણ કહ્યો. પરંતુ આ પછી જ્યારે રિષભ પંતે ઈંગ્લેન્ડ સામેની પહેલી મેચની પહેલી ઈનિંગમાં સદી ફટકારી, ત્યારે ગાવસ્કરે પંતને સુપર-સુપર-સુપર કહ્યો.

  • Follow us on: