શુભમન ગિલે ટેસ્ટમાં ભારતીય ટીમની કેપ્ટનશીપ સંભાળતાની સાથે જ શાનદાર સદી ફટકારી હતી. તેને લીડ્સમાં ઈંગ્લેન્ડ સામે લગભગ 150 રન બનાવ્યા હતા, પરંતુ બીજી ઈનિંગમાં નિષ્ફળ ગયો હતો. તે બીજી ઈનિંગમાં બે આંકડાનો આંકડો પણ પાર કરી શક્યો ન હતો.


આ પછી પણ તેને ભારતના દિગ્ગજ બેટ્સમેનોમાંના એક સુનિલ ગાવસ્કરને પાછળ છોડ્યો છે. રેકોર્ડ વિશે વાત કરી રહ્યા છીએ તેમાં વિરાટ કોહલી હાલમાં નંબર વન પર છે અને કદાચ તે આવનારા થોડા વર્ષો સુધી નંબર વન પર રહેશે.

ટેસ્ટ કેપ્ટન બન્યા પછી પહેલી મેચમાં સૌથી વધુ રન

ભારતીય ટેસ્ટ કેપ્ટન તરીકે પહેલી મેચમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ વિરાટ કોહલીના નામે છે. ટેસ્ટમાં કેપ્ટનશીપ સંભાળતાની સાથે જ કોહલીએ પહેલી મેચમાં 256 રન બનાવ્યા. મેચની પહેલી ઈનિંગમાં તેને 115 અને બીજી ઇનિંગમાં 141 રન બનાવ્યા.

આ પછી વિજય હજારે બીજા નંબર પર છે. ટેસ્ટ કેપ્ટન બન્યા પછી તેને પ્રથમ મેચમાં 164 રન બનાવ્યા. વિજય હજારેને રમવા માટે ફક્ત એક જ ઈનિંગ મળી હતી, જેમાં તેને આટલા રન બનાવ્યા હતા. આ પછી, શુભમન ગિલ હવે ત્રીજા નંબર પર છે. શુભમન ઈંગ્લેન્ડ સામેની બંને ઈનિંગમાં કુલ 155 રન બનાવ્યા છે. તેને પહેલી ઈનિંગમાં 147 રન બનાવ્યા હતા, પરંતુ બીજી ઈનિંગમાં ફક્ત 8 રન બનાવી શક્યો હતો.

સુનીલ ગાવસ્કરને છોડ્યો પાછળ

ભારતના દિગ્ગજ બેટ્સમેનોમાંના એક અને ભૂતપૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કર હવે ત્રીજા સ્થાનેથી ચોથા સ્થાને આવી ગયો છે, કારણ કે શુભમન ગિલ તેની આગળ નીકળી ગયો છે. ટેસ્ટ કેપ્ટન બન્યા પછી સુનીલ ગાવસ્કરે પોતાની પહેલી મેચમાં 151 રન બનાવ્યા હતા. તેને પહેલી ઈનિંગમાં 116 રન બનાવ્યા હતા અને બીજી ઈનિંગમાં 35 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો. દિલીપ વેંગસરકરની વાત કરીએ તો, તેમને કેપ્ટન તરીકેની પહેલી ટેસ્ટમાં 112 રન બનાવ્યા હતા. તે મેચની પહેલી ઈનિંગમાં માત્ર 10 રન બનાવીને આઉટ થયા હતા, પરંતુ તેમને તે જ મેચની બીજી ઈનિંગમાં 102 રન બનાવ્યા હતા.

શુભમન ટીમ ઈન્ડિયાને જીતાડી શકશે?

આ તો રન અને સદીઓ વિશે હતું, પણ જો શુભમન ગિલ ટીમ ઈન્ડિયાને જીત અપાવવામાં સફળ થાય તો તે વધુ મોટું પડકાર હશે. શુભમન ગિલ માટે આ સૌથી મોટો પડકાર છે. મેચમાં હજુ બે દિવસ બાકી છે, પરંતુ ભારત મેચ જીતી શકે તેવું લાગતું નથી. જો ઈંગ્લેન્ડની ટીમ ખૂબ ખરાબ રમે છે તો ભારત માટે શક્યતા બની શકે છે. હવે જોવાનું એ છે કે શુભમન ગિલ કેપ્ટન તરીકે પહેલી ટેસ્ટ જીતી શકે છે કે પછી તેને હારનો સામનો કરવો પડે છે. 

  • Follow us on: