અંડર-19 વર્લ્ડકપ વિનર કેપ્ટન પૃથ્વી શો હાલમાં ભારતનો સૌથી પ્રભાવશાળી યુવા ખેલાડીઓમાંથી એક ગણવામાં આવે છે, પરંતુ ભારતીય ટીમમાં તેને તક મળી રહી નથી. આ સિવાય તે મુંબઈની ઘરેલું ટીમમાંથી પણ બહાર ચાલી રહ્યો છે.


મળતી માહિતી મુજબ પૃથ્વી શોએ મુંબઈની ટીમ છોડવાનું વિચારી લીધું છે. તેને 2 થી 3 રાજ્યો તરફથી ટીમમાં રમવાની મોટી ઓફર મળી રહી છે. પૃથ્વી શો આ વર્ષે અનસોલ્ડ રહેવાની કારણે આઈપીએલ ટીમનો ભાગ રહી શક્યો ન હતો.

પૃથ્વી શોએ ટીમ બદલવાનું કર્યું નક્કી

મુંબઈ ક્રિકેટ એસોશિયનએ એક સૂત્રએ મીડિયા સાથે વાત કરતાં આ સમાચારની પુષ્ટિ કરતા કહ્યું કે 'પૃથ્વી શોએ અમારી પાસેથી એનઓસી માંગ્યું છે અને અમે ટૂંક સમયમાં તેના પર નિર્ણય લેવાના છીએ.' ખરાબ ફિટનેસને કારણે, પૃથ્વી શો મુંબઈની વિજય હજારે ટ્રોફી અને રણજી ટ્રોફી ટીમનો ભાગ નથી. ટીમ મેનેજમેન્ટે તેને તેની ફિટનેસ પર કામ કરવાની સલાહ આપી હતી.


મીડિયા રિપોર્ટ મુજબ પૃથ્વી શોને 2 થી 3 અલગ અલગ રાજ્યોની ટીમો તરફથી રમવાની ઓફર મળી છે. ખરાબ ફિટનેસને કારણે તે ભારતીય ટીમમાંથી પણ બહાર હતો. તાજેતરના સમયમાં, તે તેની ફિટનેસ પર કામ કરતો જોવા મળ્યો છે.

પરત ફરવાનો પ્રયાસ કરી રહ્યો છે પૃથ્વી શો

તાજેતરમાં પૃથ્વી શો મુંબઈ T20 લીગમાં રમતા જોવા મળ્યો હતો. જ્યાં તેને કેપ્ટન તરીકે પણ શાનદાર ઈનિંગ્સ રમી હતી. આયુષ મ્હાત્રે અને યશસ્વી જયસ્વાલ સિવાય હવે મુંબઈ ટીમમાં ઓપનિંગ બેટિંગ માટે અંગક્રિશ રઘુવંશીનો વિકલ્પ પણ છે. જેના કારણે શોને રમવાની તક મળી રહી નથી. આવામાં હવે પૃથ્વી શો માને છે કે તેને બીજા રાજ્યની ટીમમાં રમવાની તક મળી શકે છે. આ પરિસ્થિતિમાં, તે હવે તેની કારકિર્દીમાં આગળ વધવા માંગે છે.


  • Follow us on: