ICC T20 વર્લ્ડકપ 2026 ટુર્નામેન્ટ આવતા વર્ષે રમાશે. આ વખતે ટુર્નામેન્ટની યજમાની ભારત અને શ્રીલંકા મળીને કરવાના છે. આ વખતે T20 વર્લ્ડકપ 2026 માટે એક નવી ટીમે ક્વોલિફાઈ કરી લીધું છે.
તમને જણાવી દઈએ કે કેનેડાની ટીમ T20 વર્લ્ડકપ રમતી જોવા મળશે. કેનેડાએ ઘરેલૂ મેદાન પર શાનદાર પ્રદર્શન કરતાં વર્લ્ડકપ માટે ક્વોલિફાય કર્યું છે.
કેનેડાએ બહામાસને હરાવીને કર્યું ક્વોલિફાઈ
અમેરિકા ક્વોલિફાયરમાં કેનેડાએ બહામાસને હરાવીને વર્લ્ડકપ માટે ક્વોલિફાઈ કર્યું છે. આ મેચમાં કેનેડાએ બોલિંગ કરતાં ધૂમ મચાવીને બહામાસને માત્ર 57 રનમાં ઓલઆઉટ કરી દીધું. કેનેડા તરફથી બોલિંગ કરતાં કલીમ સના અને શિવમ શર્માએ 3-3 વિકેટ લીધી. ત્યારબાદ કેનેડાએ આ લક્ષ્યને 5.3 ઓવરમાં હાંસલ કરી લીધું હતું. કેનેડા તરફથી બેટિંગ કરતાં 14 બોલમાં 36 રનની અણનમ ઈનિંગ રમી.
અમેરિકા ક્વોલિફાયરમાં આવું રહ્યું પ્રદર્શન
અમેરિકા ક્વોલિફાયરમાં કેનેડા ટીમે શાનદાર પ્રદર્શન કર્યું. નિકોલસ કિર્ટનની કેપ્ટનશિપમાં કેનેડાએ ક્ષેત્રીય ફાઈનલમાં પોતાની પાંચેય મેચ જીતી હતી. આ દરમિયાન કેનેડાએ બરમૂડા, કેમૈન આઈલેન્ડ્સ અને બહામાસને શાનદાર પ્રદર્શન કરીને હરાવ્યું.
બીજી વાર ભારતમાં વર્લ્ડકપ રમશે કેનેડા
આ બીજી વાર હશે જ્યારે કેનેડાની ટીમ ભારતમાં વર્લ્ડકપ રમશે. આ પહેલા વનડે વર્લ્ડકપ 2011મ માટે કેનેડાએ ક્વોલિફાઈ કર્યું હતું. આ ટુર્નામેન્ટમાં કેનેડાનું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું ન હતું અને ટીમે પોતાની 6 લીગ મેચમાં માત્ર 1 મેચ જીતી હતી.
13 ટીમોએ કર્યું વર્લ્ડકપ 2026 માટે ક્વોલિફાઈ
ICC T20 વર્લ્ડકપ 2026 માટે 20માંથી 13 ટીમ ક્વોલિફાઈ કરી ચૂકી છે. જેમાં ભારત, શ્રીલંકા, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, પાકિસ્તાન, ન્યુઝીલેન્ડ, સાઉથ આફ્રિકા, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, વેસ્ટઈન્ડિઝ, યુએસએ, આયરલેન્ડ અને કેનેડા.