ટીમ ઈન્ડિયાના વનડે કેપ્ટન રોહિત શર્માએ હાલમાં જ ખુલાસો કર્યો છે કે તેને તેની પત્ની રિતિકા સજદેહને કેવી રીતે ખાસ અને રોમેન્ટિક અંદાજમાં પ્રપોઝ કર્યું હતું. આ વિશે તેને પૂર્વ ક્રિકેટર હરભજન સિંહ અને તેની પત્ની ગીતા બસરા સાથે વાતચીતમાં શેર કર્યું.
રોહિત શર્માએ જણાવ્યું કે તેને રિતિકાને કહ્યું કે તે આઈસ્ક્રિમ ખાવા જઈ રહ્યા છે, પરંતુ હકીકતમાં તે તેના બાળપણના ક્રિકેટ ગ્રાઉન્ડ પર લઈ ગયો, જે બોરીવલીમાં છે. ત્યાં જઈને પિચને વચ્ચે તેને ઘૂંટણ પર બેસીને પ્રપોઝ કર્યું.
રોહિત શર્માએ કર્યો મોટો ખુલાસો
રોહિત શર્માએ કહ્યું કે 'મેં તેને કહ્યું ચલો આઈસક્રીમ ખાવા જઈએ. અમે મરીન ડ્રાઈવથી નીકળ્યા, હાજી અલી, વર્લી થઈને બાંદ્રા પાર કરીને આગળ ગયા. રિતિકાને તે બાજુ ખૂબ વધુ જાણકારી ન હતી. મેં કહ્યું બોરીવલીમાં એક સારી દુકાન છે, ચલો ત્યાં જઈએ.' રોહિતે આગળ કહ્યું કે તેને તેના મિત્રને પહેલા જ ગ્રાઉન્ડ પર બોલાવી લીધો હતો, જે તે સમયે તે ક્ષણને કેમેરામાં કેપ્ચર કરી શકે.
રોહિત શર્માએ રિતિકાને કેવી રીતે કર્યું પ્રપોઝ?
રોહિત શર્માએ કહ્યું કે જ્યારે અમે ગ્રાઉન્ડ પર પહોંચ્યા, ત્યારે ત્યાં અંધારું હતું. રિતિકાને ખબર ન હતી કે આ ક્રિકેટ ગ્રાઉન્ડ છે. કાર પાર્ક કર્યા બાદ, હું પિચની વચ્ચે ગયો અને ઘૂંટણ પર બેસીને પ્રપોઝ કર્યું. તમને જણાવી દઈએ કે રોહિત શર્માએ 2024 T20 વર્લ્ડકપ જીત્યા બાદ T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો અને મે 2025માં ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી.
ભારતીય ટીમની શાનદાર શરુઆત
રોહિત શર્માના સંન્યાસ બાદ શુભમન ગિલને ભારતીય ટેસ્ટ ટીમના કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે, તેની કેપ્ટનશીપમાં ભારતીય ટીમે હેડિંગ્લે ટેસ્ટમાં શાનદાર શરુઆત કરી છે, જેમાં યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ અને રિષભ પંતે સદી ફટકારી અને ભારતે પહેલી ઈનિંગમાં 471 રન બનાવ્યા.