ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પહેલી ટેસ્ટ મેચ 20 જૂનથી રમાઈ રહી છે. 24 જૂન એટલે કે મેચનો પાંચમો દિવસ છે. ભારત અને ઈંગ્લેન્ડ બંને ટીમ છેલ્લા દિવસે જીત સુનિશ્ચિત કરવા માટે મેદાનમાં ઉતરી છે.


ઈંગ્લેન્ડને જીત માટે પાંચમાં દિવસે 350 રન બનાવવાના છે. જ્યારે ભારતને જીત માટે 10 વિકેટ મેળવવાની છે. પાંચમાં દિવસે ગેમ ભારતીય સમય મુજબ 3:30 વાગ્યે શરુ થશે. ભારત અને ઈંગ્લેન્ડના ખેલાડીઓ પાંચમાં દિવસે બ્લેક પટ્ટી બાંધીને મેદાનમાં ઉતર્યા છે. જાણો શું છે કારણ.

ભારત અને ઈંગ્લેન્ડના ખેલાડીઓએ કેમ બાંધી કાળી પટ્ટી?

23 જૂનની રાત્રે ભારતના પૂર્વ બોલર દિલીપ દોષીએ આ દુનિયાને અલવિદા કહ્યું. લંડનમાં તેમનું હાર્ટ એટેકને કારણે નિધન થયું છે. ભારત માટે દિલીપ દોષીએ શાનદાર પ્રદર્શન કર્યું છે. આ જાણકારી બીસીસીઆઈએ પણ ઓફિશિયલ સોશિયલ મીડિયા હેન્ડલ પર શેર કરી છે. દિલીપ દોષીના નિધનના શોકના કારણે ભારત અને ઈંગ્લેન્ડના ખેલાડીઓ પાંચમાં દિવસે કાળી પટ્ટી બાંધીને મેદાનમાં ઉતર્યા હતા.


પહેલી ટેસ્ટ મેચના પહેલા દિવસે પણ ભારત અને ઈંગ્લેન્ડના ખેલાડીઓએ અમદાવાદ પ્લેન ક્રેશમાં મૃત્યુ પામેલા લોકો માટે બ્લેક પટ્ટી બાંધીને મેદાનમાં ઉતર્યા હતા. આ સિવાય ત્રીજા દિવસે પણ બંને ટીમના ખેલાડીઓ બ્લેક પટ્ટી બાંધીને મેદાનમાં ઉતર્યા હતા. ઈંગ્લેન્ડના પૂર્વ ખેલાડી ડેવિડ સીડ લોરેન્સનું નિધન થયું હતું. આ કારણે ત્રીજા દિવસે પણ બંને ટીમના ખેલાડીઓએ શોક વ્યક્ત કરતાં બ્લેક પટ્ટી બાંધી હતી. એટલે આ મેચમાં ત્રણ દિવસ મેદાન પર ખેલાડીઓ પટ્ટી બાંધીને ઉતર્યા છે.

દિલીપ દોષીનું આવું છે કરિયર

દિલીપ દોષીએ ભારત માટે 33 ટેસ્ટ મેચ રમતાં 114 બેટ્સમેનને આઉટ કર્યા છે. આ સિવાય 15 વનડે મેચમાં તેને 22 વિકેટ લીધી છે. ભારત માટે તેમને વર્ષ 1979માં ડેબ્યૂ કર્યું હતું. આ સિવાય છેલ્લે તેમને વર્ષ 1982માં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેમનું કરિયર નાનું હતું પણ શાનદાર રહ્યું હતું.


  • Follow us on: