રિષભ પંતે ધૂમ મચાવી છે. તે ઈંગ્લેન્ડની ધરતી પર ટેસ્ટની બે ઈનિંગમાં સદી ફટકારનાર પહેલો ભારતીય વિકેટકીપર બેટ્સમેન બન્યો છે. તેના પહેલા આ સિદ્ધિ કોઈ કરી શક્યું ન હતું.


રિષભ પંતે બંને ઈનિંગમાં પોતાના ખાસ અંદાજમાં બેટિંગ કરી અને ઈંગ્લેન્ડના બોલરોને સ્તબ્ધ કરી દીધા. રિષભ પંતે પહેલી ઈનિંગમાં 126 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી, તેને 134 રનની સારી ઈનિંગ રમી હતી. હવે પંતે બીજી ઈનિંગમાં પણ સદી ફટકારી છે. બીજી ઈનિંગમાં રિષભ પંતે 100 રન પૂરા કરવા માટે 130 બોલ લીધા હતા. આ ઈનિંગમાં 2 છગ્ગા અને 13 ચોગ્ગાનો સમાવેશ થાય છે. રિષભ પંતે આ ઈનિંગ સાથે 4 દિગ્ગજોને પાછળ છોડ્યા છે.

રિષભ પંતે આ 4 દિગ્ગજોને પાછળ છોડ્યો

આ સદી સાથે રિષભ પંત વિશ્વનો ચોથો વિકેટકીપર બેટ્સમેન બની ગયો છે જેને સૌથી વધુ સદી ફટકારી છે. તેને પોતાના કરિયરની 7મી સદી ફટકારી છે અને 4 દિગ્ગજ બીજે વોટલિંગ, કુમાર સંગાકારા, મેટ પ્રાયર, એબી ડી વિલિયર્સને પાછળ છોડી દીધા છે. વિકેટકીપર બેટ્સમેન તરીકે ટેસ્ટમાં સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયન દિગ્ગજ એડમ ગિલક્રિસ્ટના નામે છે જેમને 17 સદી ફટકારી છે.


ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ સદીનો રેકોર્ડ

એડમ ગિલક્રિસ્ટ (ઓસ્ટ્રેલિયા)-17 સદી

એન્ડી ફ્લાવર (ઝિમ્બાબ્વે)-12 સદી

લેસ આમેસ (ઈંગ્લેન્ડ)-8 સદી

એબી ડી વિલિયર્સ (સાઉથ આફ્રિકા)-7 સદી

મેટ પ્રાયર (ઈંગ્લેન્ડ)-7 સદી

કુમાર સંગાકારા (શ્રીલંકા)-7 સદી

બીજે વોટલિંગ (ઈંગ્લેન્ડ)- 7 સદી

રિષભ પંત (ભારત)- 7 સદી

ક્વિન્ટન ડી કોક (સાઉથ આફ્રિકા)-7 સદી

એમએસ ધોની (ભારત)- 6 સદી

કામરાન અકમલ (પાકિસ્તાન)- 6 સદી

મુશ્ફિકુર રહીમ (બાંગ્લાદેશ)- 6 સદી

બંને ઈનિંગ્સમાં સારા ફોર્મમાં જોવા મળ્યો રિષભ પંત

રિષભ પંત આ પ્રવાસ પર કેપ્ટન શુભમન ગિલ સાથે વાઈસ કેપ્ટન છે. રોહિત શર્મા અને વિરાટ કોહલીની ગેરહાજરીમાં તેને સમજણ અને જવાબદારી સાથે બેટિંગ કરી. પહેલી ઈનિંગમાં રિષભ પંતે ગિલ સાથે 100 થી વધુ રનની પાર્ટનરશિપ કરી, પછી બીજી ઈનિંગમાં તેને કેએલ રાહુલ સાથે 150 થી વધુ રનની પાર્ટનરશિપ કરી.

ભારત માટે ટેસ્ટની બંને ઈનિંગ્સમાં સદી ફટકારનારો બન્યો બેટ્સમેન

રિષભ પંત ઈંગ્લેન્ડની ધરતી પર દેશ માટે બંને ઈનિંગ્સમાં સદી ફટકારનાર પહેલો ભારતીય વિકેટકીપર બેટ્સમેન બન્યો છે. રિષભ પંત પહેલા ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં કોઈ પણ આ કરી શક્યું ન હતું. અત્યાર સુધીમાં 7 ભારતીય ખેલાડીઓએ ટેસ્ટની બંને ઈનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી છે. સુનીલ ગાવસ્કરે આ સિદ્ધિ 3 વખત કરી હતી. રાહુલ દ્રવિડે આ સિદ્ધિ બે વાર કરી છે.

બંને ઈનિંગમાં સદી ફટકારનાર બેટ્સમેન

વિજય હઝારે

સુનિલ ગાવસ્કર (3 વાર)

રાહુલ દ્રવિડ (2 વાર)

વિરાટ કોહલી

અજિંક્ય રહાણે

રોહિત શર્મા

રિષભ પંત

બીજી ઈનિંગમાં શાનદાર બેટિંગ કરી રહી છે ટીમ ઈન્ડિયા

બીજી ઈનિંગમાં આ સમાચાર લખાય છે ત્યાં સુધી રિષભ પંત અને કેએલ રાહુલ વચ્ચે 182 રનની પાર્ટનરશિપ થઈ ચૂકી છે. ટીમ ઈન્ડિયા બીજી ઈનિંગમાં બેટિંગ કરી રહી છે અને તેની પાસે પહેલાથી જ 280 થી વધુ રનની લીડ થઈ ચૂકી છે. આ પહેલી ટેસ્ટનો ચોથો દિવસ છે. ભારત મહત્તમ રન બનાવીને ઈંગ્લેન્ડને મોટો લક્ષ્ય આપશે અને મેચનું પરિણામ છેલ્લા દિવસે આવશે. આ મેચ અત્યાર સુધી ડ્રો તરફ આગળ વધી રહી છે.

  • Follow us on: