હેડિંગ્લીમાં રમાઈ રહેલી પહેલી ટેસ્ટ મેચમાં ઘણા ફેરફારો જોવા મળી રહ્યા છે. ક્યારેક ઈંગ્લેન્ડ તો ક્યારેક ટીમ ઈન્ડિયા મેચમાં આગળ જોવા મળી રહી છે. મેચના ત્રીજા દિવસે પહેલા સેશનમાં સમાચાર લખાય ત્યાં સુધી ટીમ ઈન્ડિયાએ 2 વિકેટ લીધી છે.


આ દરમિયાન ભારતીય ટીમના વાઈસ કેપ્ટન રિષભ પંત અને કેપ્ટન શુભમન ગિલે અમ્પાયર ક્રિસ ગેફની પાસેથી એક માગ કરી હતી, જેને તેમને ફગાવી દીધી હતી. ત્યારબાદ લાઈવ મેચમાં રિષભ પંતનું ગુસ્સા વાળું સ્વરૂપ જોવા મળ્યું.

કેમ એમ્પાયર પર ગુસ્સે થયો રિષભ પંત?

હેડિંગ્લી ટેસ્ટ મેચમાં એક સમયે ઈંગ્લેન્ડની ટીમ ઝડપથી રન બનાવી રહી હતી. હેરી બ્રુકે દરેક ભારતીય બોલર સામે આક્રમક વલણ અપનાવ્યું હતું, જ્યારે કેપ્ટન બેન સ્ટોક્સ પણ પાછળ ન રહ્યો. તે સમયે વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત અને કેપ્ટન ગિલે અમ્પાયર ક્રિસ ગેફનીને ખરાબ થઈ ગયેલો બોલ બદલવા કહ્યું.


ગેફની માનતા હતા કે બોલ હજુ એટલો ક્ષતિગ્રસ્ત નથી કે તેને બદલવો પડે. આવામાં વાઈસ કેપ્ટન રિષભ પંત ગુસ્સે થઈ ગયો અને તેને બોલ અમ્પાયરની સામે ફેંકી દીધો. આ જોઈને તમામ દર્શકો જોરથી અવાજ કરવા લાગ્યા. પરંતુ ત્યારબાદ પંતે પોતાનો ગુસ્સો શાંત કર્યો.

ટીમ ઈન્ડિયા પાસે મેચમાં પરત ફરવાની તક

સમાચાર લખાય છે ત્યાં સુધી ઈંગ્લિશ ટીમે 5 વિકેટ ગુમાવ્યા બાદ 327 રન બનાવ્યા છે. હાલમાં હેરી બ્રુક 57 રન પર બેટિંગ કરી રહ્યા છે જ્યારે જેમી સ્મિથ 29 રન પર બેટિંગ કરી રહ્યો છે. રમતના ત્રીજા દિવસે પ્રસિદ્ધ કૃષ્ણાએ પહેલા ઓલી પોપને 106 રનના સ્કોર પર પેવેલિયન મોકલ્યો.

ત્યારબાદ મોહમ્મદ સિરાજે બેન સ્ટોક્સને 20 રનના સ્કોર પર પેવેલિયન મોકલ્યો. ભારતીય ટીમ 1 વિકેટ લેતાની સાથે જ બોલરો બેટિંગ કરવા આવશે. આવામાં ઈંગ્લિશ ટીમને જલ્દી ઓલઆઉટ કરવું પડશે.


  • Follow us on: