ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ સિરીઝ રમાઈ રહી છે. પહેલી મેચ 20 જૂનથી રમાઈ રહી છે. 22 જૂન એટલે કે આજે આ મેચનો ત્રીજો દિવસ છે. પહેલા દિવસે બંને ટીમોના ખેલાડીઓ અમદાવાદમાં થયેલા પ્લેન ક્રેશને લઈને કાળી પટ્ટી બાંધી હતી.
ત્રીજા દિવસે પણ બંને ટીમોના ખેલાડીઓ કાળી પટ્ટી બાંધીને મેદાન પર ઉતર્યા હતા. તમને જણાવી દઈએ કે આ કાળી પટ્ટી બાંધવાનું કારણ શું છે.
ડેવિડ સિડ લોરેન્સનું થયું નિધન
ઈંગ્લેન્ડના પૂર્વ ખેલાડી ડેવિડ સિડ લોરેન્સનું નિધન થયું છે. તેમને 61 વર્ષની ઉંમરને દુનિયાને અલવિદા કહ્યું છે. તેઓ મોટર ન્યૂરોન બિમારી સામે લડી રહ્યા હતા. પરંતુ આ બિમારીને કારણે તેમનું નિધન થયું છે. આ કારણે ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે ડેવિડ સિડ લોરેન્સને શ્રદ્ધાંજલિ આપવાનો નિર્ણય લીધો અને આ કારણે ભારત અને ઈંગ્લેન્ડના ખેલાડીઓ કાળી પટ્ટી બાંધીને મેદાનમાં ઉતર્યા છે.
કોણ છે ડેવિડ સિડ લોરેન્સ?
ડેવિડ સિડ લોરેન્સ ઈંગ્લેન્ડ સામે લાંબો સમય રમ્યા નથી. તે ઈજાને કારણે પોતાના દેશ માટે લાંબો સમય સેવાઓ આપી શક્યા નહીં. તેમને ઈંગ્લેન્ડ માટે પહેલીવાર 1988માં ડેબ્યૂ કર્યું હતું. ડેવિડ સિડ લોરેન્સે ઈંગ્લેન્ડ માટે 5 ટેસ્ટમાં 60 રન બનાવવા સિવાય 18 વિકેટ લીધી. આ સિવાય 1 વનડેમાં 4 બેટ્સમેનનો પોતાના શિકાર બનાવ્યા હતા. ઈંગ્લેન્ડ માટે છેલ્લી વાર તેમને વર્ષ 1992માં ન્યુઝીલેન્ડ સામે રમ્યા હતા.
પરંતુ આ ખેલાડીએ ઘરેલૂ ક્રિકેટમાં લાંબો સમય રમ્યો છે. તેને 185 ફર્સ્ટ ક્લાસ મેચમાં 1851 રન બનાવવા સિવાય 515 વિકેટ લીધી હતી. આ સિવાય 113 લિસ્ટ A મેચમાં ડેવિડ સિડ લોરેન્સે 291 રન બનાવવા સિવાય 155 વિકેટ લીધી હતી.
આવી છે મેચની સ્થિતિ
ભારતીય ટીમે પહેલી ઈનિંગમાં યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ અને રિષભ પંતની ધમાકેદાર સદીના કારણે 471 રનનો વિશાળ સ્કોર બનાવ્યા છે. જેના જવાબમાં ઈંગ્લેન્ડે 74 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 311 રન બનાવી ચૂકી છે. ઈંગ્લેન્ડ તરફથી જેમી સ્મિથ અને હેરી બ્રુક બેટિંગ કરી રહ્યા છે. આ પહેલા બેન સ્ટોક 20 રન બનાવીને આઉટ થયો છે.