ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ સિરીઝની ચોથી મેચ 23 જુલાઈથી માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ સ્ટેડિયમમાં રમાશે. ઈંગ્લેન્ડે આ મેચ માટે પોતાની પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કરી છે.
છેલ્લી મેચની સરખામણીમાં ઈંગ્લેન્ડે આ મેચ માટે પ્લેઈંગ ઈલેવનમાં એક ફેરફાર કર્યો છે. ઈજાને કારણે આ સિરીઝમાંથી બહાર થઈ ગયેલા ઈંગ્લેન્ડના સ્પિનર શોએબ બશીરની જગ્યાએ પ્લેઈંગ ઈલેવનમાં લિયામ ડોસનને તક મળી છે. લિયામ ડોસન 8 વર્ષ પછી ઈંગ્લેન્ડની પ્લેઈંગ ઈલેવનમાં વાપસી કરવામાં સફળ રહ્યો છે.
શોએબ બશીરને લોર્ડ્સ ટેસ્ટ મેચમાં થઈ હતી ઈજા
ભારત સામે ચાલી રહેલી ટેસ્ટ સિરીઝમાં ઈંગ્લેન્ડનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. ઈંગ્લેન્ડની ટીમ સિરીઝમાં 2-1થી આગળ છે. લોર્ડ્સમાં રમાયેલી રોમાંચક મેચમાં ઈંગ્લેન્ડે 22 રનથી જીત મેળવી હતી. તે મેચમાં ઈંગ્લેન્ડના સ્પિનર શોએબ બશીરને આંગળીમાં ઈજા થઈ હતી. સિરીઝમાંથી બહાર થયા બાદ લિયામ ડોસનને તેના સ્થાને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. આ સિવાય ઈંગ્લેન્ડે તેમની પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ખાસ ફેરફાર કર્યા નથી.
લિયામ ડોસને ઈંગ્લેન્ડ માટે રમી છે ઘણી બધી ટેસ્ટ મેચ
35 વર્ષના લિયામ ડોસને ઈંગ્લેન્ડ માટે કુલ 3 ટેસ્ટ મેચ રમી છે અને ત્યાં 7 વિકેટ લીધી છે. તેને 2017માં સાઉથ આફ્રિકા સામે છેલ્લી ટેસ્ટ મેચ રમી હતી, ત્યારથી તે ઈંગ્લેન્ડ ટીમની બહાર હતો. ત્યારબાદ તેને હવે તક મળી છે.
ચોથી ટેસ્ટ મેચ માટે ઈગ્લેન્ડની પ્લેઈંગ ઈલેવન
ઝેક ક્રોલી, બેન ડકેટ, ઓલી પોપ, જો રૂટ, હેરી બ્રુક, બેન સ્ટોક્સ (કેપ્ટન), જેમી સ્મિથ (વિકેટકીપર), લિયામ ડોસન, ક્રિસ વોક્સ, બ્રાઈડન કાર્સ, જોફ્રા આર્ચર
ઈંગ્લેન્ડની ટીમ હાલમાં ટેસ્ટ સિરીઝમાં છે આગળ
ટેસ્ટ સિરીઝની વાત કરીએ તો સિરીઝની પહેલી મેચ લોર્ડ્સમાં રમાઈ હતી. બેન સ્ટોક્સની ટીમે તે મેચ પાંચ વિકેટથી જીતી હતી. આ પછી બર્મિંગહામમાં રમાયેલી બીજી મેચમાં ટીમ ઈન્ડિયાએ શાનદાર વાપસી કરી અને ઈંગ્લિશ ટીમને 336 રનથી હરાવી. લોર્ડ્સમાં ઈંગ્લેન્ડે ફરીથી જીત મેળવી અને સિરીઝમાં લીડ મેળવી. આ પરિસ્થિતિમાં ફેન્સ માન્ચેસ્ટરમાં રમાવનારી મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ટીમ ઈન્ડિયા આ મેચ જીતીને સિરીઝ બરાબર કરવા માગશે. ઈંગ્લેન્ડ આ મેચ જીતીને સિરીઝમાં અજેય લીડ મેળવવા માગશે.