ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચોથી ટેસ્ટ કાલથી ચોથી ટેસ્ટ શરુ થવા જઈ રહી છે. આ મેચ માનચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ ગ્રાઉન્ડમાં રમાશે. થોડા સમય પહેલા સમાચાર સામે આવ્યા હતા કે જસપ્રીત બુમરાહ ચોથી ટેસ્ટ મેચ રમતો જોવા મળશે.


આ પરિસ્થિતિમાં જસપ્રીત બુમરાહ પર ચોથી ટેસ્ટ મેચમાં ટીમને જીત અપાવવાની જવાબદારી હશે. છેલ્લી 7 મેચમાં આ ફાસ્ટ બોલરે શાનદાર પ્રદર્શન કર્યું છે.

જસપ્રીત બુમરાહનું શાનદાર પ્રદર્શન

જસપ્રીત બુમરાહ ભારતનો પ્રમુખ ફાસ્ટ બોલર છે અને તેના પર સૌથી વધુ વિકેટ લેવાની જવાબદારી હોય છે. ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝમાં તેની બધી 5 મેચ રમી અને ઈંગ્લેન્ડ સામે ચાલી રહેલી સિરીઝમાં તે માત્ર 2 મેચનો જ ભાગ રહ્યો છે. જસપ્રીત બુમરાહે ઓસ્ટ્રેલિયામાં 32 વિકેટ લીધી હતી અને ઈંગ્લેન્ડ સામે ચાલી રહેલી સિરીઝમાં તેને 12 વિકેટ લીધી છે.

ઓસ્ટ્રેલિયામાં જસપ્રીત બુમરાહે મચાવી ધૂમ

ઓસ્ટ્રેલિયામાં જસપ્રીત બુમરાહ સિવાય ભારતીય બોલરનું પ્રદર્શન અસાધારણ રહ્યું હતું. તેને પર્થમાં પહેલી મેચમાં 8 વિકેટ, એડિલેડમાં બીજી ટેસ્ટમાં 4 વિકેટ અને સિડનીમાં પાંચમી મેચમાં 2 વિકેટ લીધી હતી. ત્રીજી અને ચોથી ટેસ્ટમાં તેને 9-9 વિકેટ લીધી હતી. ઓસ્ટ્રેલિયામાં તે 13.06 એવરેજથી 32 વિકેટ લેવામાં સફળ થયો હતો.

ઈંગ્લેન્ડમાં જસપ્રીત બુમરાહે રમી માત્ર 2 મેચ

જસપ્રીત બુમરાહ ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ સિરીઝમાં મ માત્ર 3 મેચ જ રમવાનો છે અને અત્યાર સુધી 2 મેચનો ભાગ રહ્યો છે, તેને લીડ્સમાં પહેલી મેચમાં 5 વિકેટ લીધી હતી અને લોર્ડમાં 7 વિકેટ લીધી. જસપ્રીત બુમરાહે બંને મેચમાં પોતાની બોલિંગથી ધૂમ મચાવી.

બુમરાહની હાજરીમાં ભારત 7 માંથી ફક્ત 1 મેચ જીતી શક્યું

જસપ્રીત બુમરાહે છેલ્લી 7 મેચોમાં 44 વિકેટ લીધી, પરંતુ તે ટીમને જીતની નજીક લઈ જઈ શક્યો નથી. બુમરાહની હાજરીમાં ભારતે ફક્ત પર્થમાં જ મેચ જીતી હતી. ત્યારથી તેને ભારત માટે રમેલી બધી મેચ હાર અથવા ડ્રોમાં સમાપ્ત થઈ છે.


  • Follow us on: