ભારતીય ટીમે માન્ચેસ્ટરમાં રમાનારી ચોથી ટેસ્ટ માટે તૈયારી શરૂ કરી દીધી છે. ટીમ ઈન્ડિયા માટે સિરીઝમાં ટકી રહેવા માટે કોઈપણ કિંમતે આગામી ટેસ્ટ મેચ જીતવી મહત્વપૂર્ણ છે, કારણ કે ભારતીય ટીમ 5 મેચની સિરીઝમાં 1-2 થી પાછળ છે.
ચોથી ટેસ્ટ મેચ પહેલા ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે સારા સમાચાર આપ્યા છે. તેને પુષ્ટિ આપી છે કે ચોથી ટેસ્ટ મેચમાં એક ઘાતક ફાસ્ટ બોલર રમવા જઈ રહ્યો છે.
મોહમ્મદ સિરાજે કર્યો મોટો ખુલાસો
મોહમ્મદ સિરાજે સ્પષ્ટ કર્યું છે કે જસપ્રીત બુમરાહ ચોથી ટેસ્ટ મેચ રમશે. તેને પ્રેસ કોન્ફરન્સને સંબોધતા આ સમાચારની પુષ્ટિ કરી છે. જસપ્રીત બુમરાહ વિશે શંકા હતી કે તે ચોથી ટેસ્ટ મેચ નહીં રમે અને તેની ફિટનેસને ધ્યાનમાં રાખીને આરામ કરશે . પરંતુ સિરાજે આ બધી અટકળોનો અંત લાવી દીધો છે. જસપ્રીત બુમરાહનું ચોથી ટેસ્ટ મેચ રમવું ભારત માટે દરેક રીતે સારું છે. જસપ્રીત બુમરાહ શાનદાર ફોર્મમાં છે અને ભારત માટે ફાસ્ટ બોલિંગ યુનિટનો જીવ છે .
મોહમ્મદ સિરાજે વર્કલોડ વિશે શું કહ્યું?
પોતાના વર્કલોડ વિશે વાત કરતાં સિરાજે કહ્યું કે ભગવાને મને સ્વસ્થ રાખ્યો છે. હું તકનો પૂરો લાભ લેવા અને દેશ માટે શક્ય તેટલી વધુ મેચ રમવા માગુ છું. સિરાજે ઈંગ્લેન્ડ સામે રમાઈ રહેલી સિરીઝમાં પણ અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું છે . ભારતીય ટીમ માટે સિરાજ અને બુમરાહ ઈંગ્લેન્ડ સામે અત્યાર સુધીના સૌથી સફળ બોલર તરીકે ઉભરી આવ્યા છે .
બંને ખેલાડીઓનું પ્રદર્શન કેવું છે?
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી સિરીઝમાં મોહમ્મદ સિરાજ અત્યાર સુધીનો સૌથી સફળ બોલર રહ્યો છે. મોહમ્મદ સિરાજે અત્યાર સુધી રમાયેલી 3 મેચમાં સૌથી વધુ વિકેટ લીધી છે. તેને 13 વિકેટ લીધી છે, જ્યારે જસપ્રીત બુમરાહ બીજા સ્થાને છે. તેને 12 વિકેટ લીધી છે . આ સિરીઝમાં બંને બોલરોએ 5-5 વિકેટ લીધી છે.