ભારતીય અંડર 19 ટીમ અને ઈંગ્લેન્ડ અંડર 19 ટીમ વચ્ચે બીજી યુથ ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ મેચમાં ભારતીય કેપ્ટન આયુષ મ્હાત્રેએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.


ત્યારબાદ ઈંગ્લેન્ડ અંડર 19 ટીમ પહેલી ઈનિંગમાં 309 રન બનાવવામાં સફળ રહી હતી. એકાંશ સિંહે સદી ફટકારી હતી અને ઈંગ્લેન્ડ ટીમ માટે 117 રનની ઈનિંગ રમી હતી. તેના કારણે જ ટીમ 300 રનનો આંકડો પાર કરી શકી હતી.

ઈંગ્લેન્ડ અંડર 19 ટીમની ખરાબ શરૂઆત

ઈંગ્લેન્ડની અંડર 19 ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી જ્યારે બંને ઓપનર બીજે ડોકિન્સ અને એડમ થોમસ ખાતું ખોલાવ્યા વિના પેવેલિયન પરત ફર્યા હતા. આ પછી રોકી ફ્લિન્ટોફ અને આર્યન સાવંત પણ મોટી ઈનિંગ રમી શક્યા ન હતા. આ પરિસ્થિતિમાં ઈંગ્લેન્ડની અંડર 19 ટીમ ઓછા સ્કોર સુધી મર્યાદિત હોય તેવું લાગતું હતું, પરંતુ ત્યારબાદ કેપ્ટન થોમસ રીવ અને એકાંશ સિંહે સારી બેટિંગ કરી.

એકાંશ સિંહે ફટકારી સદી

થોમસ રીવે 79 બોલમાં 59 રન બનાવ્યા. 19 વર્ષના ભારતીય મૂળના એકાંશ સિંહે 155 બોલમાં 117 રન બનાવ્યા, જેમાં 14 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા. તે પોતાની બેટિંગથી બધાને ઈમ્પ્રેસ કરવામાં સફળ રહ્યો. જેમ્સ મિન્ટોએ 46 રન અને બેન મેસે 31 રનનું યોગદાન આપ્યું. આ ખેલાડીઓને કારણે જ ટીમ 309 રન બનાવવામાં સફળ રહી.

નમન પુષ્પકને લીધી 4 વિકેટ

ભારતીય અંડર 19 ટીમ માટે નમન પુષ્પકએ સૌથી વધુ 4 વિકેટ લીધી. તેને 17 ઓવરમાં 76 રન આપ્યા. આદિત્ય રાવત અને આરએસ અંબરીશે સૌથી વધુ 2-2 વિકેટ લીધી. હેનિલ પટેલ અને વિહાન મલ્હોત્રાએ 1-1 વિકેટ લીધી.

વૈભવ સૂર્યવંશીનું નિરાશાજનક પ્રદર્શન

એકાંશ સિંહ પોતાની ઈનિંગથી ચર્ચામાં સ્થાન મેળવવામાં સફળ રહ્યો. પરંતુ 14 વર્ષનો ભારતીય બેટ્સમેન વૈભવ સૂર્યવંશી આ મેચની પહેલી ઈનિંગમાં નિષ્ફળ ગયો. તેને 14 બોલમાં 20 રન બનાવ્યા, જેમાં 1 ફોર અને 2 શાનદાર સિક્સ ફટકારી. પરંતુ તેની આક્રમકતા તેના માટે મોંઘી સાબિત થઈ. મોટો શોટ રમતી વખતે તેને પોતાની વિકેટ ગુમાવી દીધી.


  • Follow us on: