ઓવલ ટેસ્ટના ચોથા દિવસના અંત સુધીમાં ઈંગ્લેન્ડે 6 વિકેટ ગુમાવીને 339 રન બનાવી લીધા છે. ચોથા દિવસની રમત ખરાબ લાઈટને કારણે વહેલા બંધ કરવામાં આવી હતી, ત્યારબાદ વરસાદે ભારતીય બોલરોના ફોર્મમાં ખલેલ પહોંચાડી હતી.


સતત વરસાદને કારણે સમય પહેલાં સ્ટમ્પ જાહેર કરવામાં આવ્યા હતા. જેમી સ્મિથ હાલમાં 2 રન બનાવીને રમી રહ્યો છે, જ્યારે જેમી ઓવરટન પોતાનું ખાતું ખોલી શક્યો નથી. ઈંગ્લેન્ડને જીતવા માટે 35 રનની જરૂર છે અને ભારતને 4 વિકેટની જરૂર છે.

ચોથા દિવસે ઈંગ્લેન્ડે પોતાનો સ્કોર 50/1થી આગળ વધાર્યો. આ સમયે ઈંગ્લેન્ડને જીતવા માટે 324 રનની જરૂર હતી. દિવસમાં 10 ઓવરની રમત પણ પૂર્ણ થઈ શકી ન હતી, જ્યારે બેન ડકેટ 54 રનના સ્કોર પર પ્રસિદ્ધ કૃષ્ણા દ્વારા આઉટ થયો. ભારતીય બોલરો ફોર્મ મેળવવા લાગ્યા હતા, તે દરમિયાન મોહમ્મદ સિરાજે કેપ્ટન ઓલી પોપને 27 રનના સ્કોર પર આઉટ કર્યો.


જો રૂટ અને હેરી બ્રુકે ફટકારી સદી

ઈંગ્લેન્ડે 106 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. અહીંથી જો રૂટ અને હેરી બ્રુકે 195 રનની પાર્ટનરશીપ કરીને પહેલાથી જ ફોર્મમાં રહેલી ટીમ ઈન્ડિયાને બેકફૂટ પર મૂકી દીધી. હેરી બ્રુકે 113ના સ્ટ્રાઈક રેટથી 111 રનની ઈનિંગ રમી. જ્યારે હેરી બ્રુકની વિકેટ પડી ત્યારે ઈંગ્લેન્ડનો સ્કોર 301/4 હતો. ચોથા દિવસે ટી બ્રેક પછી બોલ સ્વિંગ થવા લાગ્યો. તેથી બ્રુક પછી ઈંગ્લેન્ડના બેટ્સમેનો એક પછી એક આઉટ થવા લાગ્યા.

ઈન્ડિયા બોલર્સે કર્યા ઈંગ્લિશ બેટ્સમેનને કર્યા હેરાન

જેકબ બેથેલ આવ્યો, પણ તે લાંબા સમય સુધી ક્રીઝ પર ટકી શક્યો નહીં. 5 રનના સ્કોર પર પ્રસિદ્ધ કૃષ્ણાએ તેને ક્લીન બોલ્ડ કર્યો. મેચમાં રોમાંચ ત્યારે થયો જ્યારે જો રૂટ 105 રનના સ્કોર પર આઉટ થયો. જો રૂટના આઉટ થયા પછી 3.2 ઓવર ફેંકાઈ, પછી ખરાબ લાઈટને કારણે રમત બંધ કરવામાં આવી. થોડી વાર પછી વરસાદ શરૂ થયો. આ કારણે રમત વહેલી બંધ થઈ ગઈ.

એક સમયે ઈંગ્લેન્ડે 3 વિકેટ ગુમાવીને 301 રન બનાવ્યા હતા અને ટીમ સરળ જીત તરફ આગળ વધી રહી હતી. આ પછી, ઈંગ્લેન્ડની ટીમે માત્ર 38 રનની અંદર 3 મોટી વિકેટ ગુમાવી દીધી છે, જેના કારણે ભારત પણ જીતની રેસમાંથી બહાર નથી.

  • Follow us on: