ઈંગ્લેન્ડનો પ્રવાસ ભારતીય ટીમના ઓપનિંગ બેટ્સમેન કેએલ રાહુલ માટે ખૂબ જ સારો રહ્યો છે, જેમાં આખી સિરીઝમાં તેના બેટથી કુલ 532 રન જોવા મળ્યા હતા.


કેએલ રાહુલ ભલે ઓવલ ટેસ્ટ મેચની બંને ઈનિંગમાં બેટથી શાનદાર પ્રદર્શન કરી શક્યો ન હોય, પરંતુ તેને ફિલ્ડિંગમાં ચોક્કસપણે એક મોટી સિદ્ધિ મેળવી છે જેમાં તે વિરાટ કોહલીને એક ખાસ લિસ્ટમાં પાછળ છોડી દેવામાં સફળ રહ્યો છે.

ઈંગ્લેન્ડ સામે ટેસ્ટમાં સૌથી વધુ કેચ પકડવાના મામલે રાહુલે મચાવી ધૂમ

ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં ભારત તરફથી ફિલ્ડર તરીકે સૌથી વધુ કેચ લેવાના મામલે કેએલ રાહુલ હવે ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. કેએલ રાહુલે અત્યાર સુધી ઈંગ્લેન્ડ સામે કુલ 18 ટેસ્ટ મેચ રમી છે અને 33 ઈનિંગમાં ફિલ્ડિંગ કરી છે, જેમાં તે 26 કેચ પકડવામાં સફળ રહ્યો છે. સુનીલ ગાવસ્કર 35 કેચ સાથે આ લિસ્ટમાં પહેલા સ્થાને છે. રાહુલ દ્રવિડ બીજા સ્થાને છે જેને ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ ક્રિકેટમાં કુલ 30 પકડ્યા હતા. વિરાટ કોહલીએ ઈંગ્લેન્ડ સામે ફિલ્ડર તરીકે કુલ 25 કેચ લેવામાં સફળ રહ્યો હતો.

ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટમાં ફિલ્ડર તરીકે ભારતના સૌથી વધુ કેચ

સુનીલ ગાવસ્કર - 35 કેચ

રાહુલ દ્રવિડ - 30 કેચ

કેએલ રાહુલ - 26* કેચ આઉટ

વિરાટ કોહલી - 25 કેચ

ઈંગ્લેન્ડ પ્રવાસમાં કેવું રહ્યું કેએલ રાહુલનું પ્રદર્શન

જો આપણે ઈંગ્લેન્ડના આ પ્રવાસ પર કેએલ રાહુલના પ્રદર્શનની વાત કરીએ તો તેને પાંચેય મેચોમાં રમવાની તક મળી જેમાં તેને 10 ઈનિંગમાં બેટિંગ કરતી વખતે 53.20 ની એવરેજથી 532 રન બનાવ્યા. આ દરમિયાન કેએલ રાહુલના બેટમાંથી 2 સદી અને 2 અડધી સદીની ઈનિંગ જોવા મળી. ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ ક્રિકેટમાં કેએલ રાહુલના પ્રદર્શન વિશે વાત કરીએ તો તેને 18 મેચની 34 ઈનિંગમાં બેટિંગ કરતી વખતે 43.73 ની એવરેજથી કુલ 1487 રન બનાવ્યા છે, જેમાં 5 સદી અને 4 અડધી સદીની ઈનિંગ સામેલ છે.


  • Follow us on: