એન્ડરસન-તેંડુલકર ટ્રોફીમાં હવે ફક્ત છેલ્લી મેચ બાકી છે. હાલમાં ઈંગ્લેન્ડની ટીમ આ સિરીઝમાં 2-1થી આગળ છે. જો ઈંગ્લેન્ડની ટીમ છેલ્લી મેચ જીતે છે, તો સિરીઝ જીતી જશે. જો ડ્રો થાય તો પણ પરિણામ ઈંગ્લેન્ડ ટીમના પક્ષમાં રહેશે.
સિરીઝ બરાબર કરવા માટે ટીમ ઈન્ડિયાને જીતવી પડશે. જેના માટે ભારતીય ટીમ હવે લંડન પહોંચી ગઈ છે. BCCIએ મુસાફરી દરમિયાનની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.
પાંચમી મેચ માટે ટીમ ઈન્ડિયા પહોંચી લંડન
સિરીઝની છેલ્લી મેચ લંડનના કિંગ્સ્ટન ઓવલમાં રમાશે. ટીમ ઈન્ડિયા માટે આ મેચ જીતવી ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. મુશ્કેલ પરિસ્થિતિઓમાં ચોથી ટેસ્ટ ડ્રો થવાને કારણે ભારતીય ટીમનો આત્મવિશ્વાસ આ સમયે ઉંચો જણાય છે. જેના કારણે પ્રવાસ દરમિયાન ભારતીય ખેલાડીઓ ખૂબ જ ખુશ જોવા મળ્યા હતા.
હેડ કોચ ગૌતમ ગંભીરે સ્પષ્ટ કર્યું છે કે હાલમાં ટીમ ઈન્ડિયાના તમામ ખેલાડીઓ સંપૂર્ણપણે ફિટ છે, તેથી બધા પસંદગી માટે ઉપલબ્ધ રહેશે. હેડ કોચ ગૌતમ ગંભીર અને કેપ્ટન શુભમન ગિલ આ મહત્વપૂર્ણ મેચમાં બેસ્ટ પ્લેઈંગ 11 સાથે મેદાનમાં ઉતરવા માગશે.
નારાયણ જગદીશન ન મળ્યો જોવા
બીસીસીઆઈ દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરાયેલી તસવીરોમાં રિષભ પંતના સ્થાને આવેલા નારાયણ જગદીસન જોવા મળ્યો ન હતા. પરંતુ એન જગદીસન માટે છેલ્લી ટેસ્ટ મેચ રમવી મુશ્કેલ છે. રિષભ પંતની જગ્યાએ ધ્રુવ જુરેલને પ્લેઈંગ 11 માં તક આપવામાં આવી શકે છે.
આ સિવાય બોલિંગમાં પણ કેટલાક મોટા ફેરફારો જોવા મળી શકે છે. ટીમ ઈન્ડિયાએ છેલ્લી ટેસ્ટ મેચ જીતવી પડશે. આ પહેલા ભારત સતત 2 ટેસ્ટ સિરીઝ હારી ચૂક્યું છે.