ભારતીય ટીમે માટે કેટલાક ખેલાડીઓ એવા છે, જે દેશ માટે ઈજાગ્રસ્ત હોવા છતાં ટીમ માટે મહત્ત્વપૂર્ણ ઈનિંગ રમી છે અને ટીમ માટે બહુમૂલ્ય પ્રદર્શન કર્યું છે. આ લિસ્ટમાં રિષભ પંત સૌથી નવું નામ છે. આ લિસ્ટમાં ભારતનો પૂર્વ કપ્તાન કપિલ દેવ, રોહિત શર્મા અને દિગ્ગજ સ્પિનર અનિલ કુંબલેનું નામ પણ સામેલ છે


કપિલ દેવ (1981)

1980-81માં ભારત-ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન કપિલ દેવે ઈજાગ્રસ્ત થવા છતાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ ટેસ્ટ સિરિઝની ત્રીજી અને છેલ્લી મેચમાં કપિલ દેવને હેમસ્ટ્રિંગ ઈજા થઈ હતી. ફેન્સને કપિલ દેવ પાસેથી ઘણી અપેક્ષાઓ હતી, પરંતુ તે ઈજાથી પરેશાન હતા. મેચમાં કપિલ દેવે પેઈનકિલરના ઈન્જેક્શન લીધા અને 28 રન આપીને 5 વિકેટ લીધી, જેના કારણે ઓસ્ટ્રેલિયન ટીમ 83 રનમાં હારીને મેદાનમાંથી પરત ફરી અને ભારત 59 રનથી મેચ જીતી ગયું.

અનિલ કુંબલે (2002)

2002માં ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચેની ચોથી ટેસ્ટ મેચ દરમિયાન મેર્વિન ડિલનનો એક બોલ અનિલ કુંબલેના ચહેરા પર વાગ્યો અને તેનું જડબું તૂટી ગયું. તેને તાત્કાલિક ક્રીઝ છોડી દેવી પડી. વાગ્યા બાદ અનિલ કુંબલેએ હાર ન માની અને બોલિંગમાં પરત ફર્યો. કુંબલેએ પોતાની આક્રમક સ્ટાઈલ બતાવી અને દિગ્ગજ બેટ્સમેન બ્રાયન લારાની વિકેટ લીધી. બાદમાં આ મેચ ડ્રો થઈ હતી.

યુવરાજ સિંહ (2011)

2011ના વર્લ્ડકપ દરમિયાન યુવરાજ સિંહને ઘણી તકલીફ પડી હતી, પરંતુ તેમ છતાં તેને વિરોધી ટીમના ખેલાડીઓને પાઠ ભણાવ્યો. તે દરમિયાન યુવરાજ કેન્સર સામે લડી રહ્યો હતો, તેને મેદાનમાં ઉલટી પણ થઈ હતી. પરંતુ આ છતાં તેને શાનદાર પ્રદર્શન કર્યું અને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો એવોર્ડ જીત્યો અને ટીમ ઈન્ડિયાને વર્લ્ડ ચેમ્પિયન બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી.

રોહિત શર્મા (2022)

2022માં બાંગ્લાદેશ સામેની ODI મેચ રમતી વખતે રોહિત શર્માની આંગળીમાં ઈજા થઈ હતી. તે ઓપનિંગ કરવા આવ્યો ન હતો પરંતુ જ્યારે ટીમ ઈન્ડિયા ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિમાં હતી, ત્યારે કેપ્ટને બેટિંગ કરવાનો નિર્ણય લીધો. તે 43મી ઓવરમાં આવ્યો, જ્યારે ટીમ ઈન્ડિયાને વધુ 64 રનની જરૂર હતી અને 7 વિકેટ પડી ગઈ હતી. આ પછી રોહિત શર્મા 28 બોલમાં ત્રણ

ચોગ્ગા અને પાંચ સિક્સની મદદથી અણનમ 51 રનની શાનદાર ઈનિંગ રમી, પરંતુ તે પોતાની ટીમને જીત અપાવવામાં નિષ્ફળ ગયો.

રિષભ પંત (2025)

આ લિસ્ટમાં રિષભ પંત સૌથી નવું નામ છે. ઈંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટના પહેલા દિવસે તેને ઈજા થઈ હતી. ક્રિસ વોક્સનો બોલ સીધો રિષભ પંતના પગમાં વાગ્યો હતો. તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો અને અહેવાલો આવી રહ્યા હતા કે તે હવે આ મેચમાં ભાગ લઈ શકશે નહીં. પરંતુ રિષભ પંત પરત ફર્યો અને તેની ટીમ માટે એક મૂલ્યવાન અડધી સદી ફટકારી હતી.


  • Follow us on: