ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં ફેરફારના તબક્કામાંથી પસાર થઈ રહી છે. જ્યારે ઘણા જૂના અને દિગ્ગજ ખેલાડીઓ સંન્યાસ લઈ રહ્યા છે, ત્યારે નવા અને યુવા ખેલાડીઓ માટે કિસ્મતના દરવાજા ખુલી રહ્યા છે.


આ નવા અને યુવા ખેલાડીઓમાં એક નવું નામ પણ સામેલ થઈ રહ્યું છે. તે છે ફાસ્ટ બોલર અંશુલ કંબોજ. આ વાતની શક્યતા છે કે અંશુલ કંબોજને આગામી એટલે કે ચોથી મેચની પ્લેઈંગ ઈલેવનમાં રમવાની તક મળી શકે છે.

અંશુલ કંબોજે IPLમાં શાનદાર પ્રદર્શન કરીને બનાવી ઓળખ

અંશુલ કંબોજ હમણાં જ એક નવા ખેલાડી તરીકે ઉભરીને સામે આવ્યો છે. IPLમાં રમીને તેને પોતાની ઓળખ બનાવી છે. ખાસ વાત એ છે કે તે બે મોટી IPL ટીમો એટલે કે ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ માટે રમી ચૂક્યો છે. આ બંને ટીમો તેને માટે શાનદાર પ્રદર્શન કર્યું છે. હવે અંશુલ કંબોજ ઈન્ટરનેશનલ ડેબ્યૂ કરવા માટે તૈયાર લાગે છે.

સિરીઝની વચ્ચે અંશુલ કંબોજ માટે આવ્યો ફોન

ભારત વિરુદ્ધ ઈંગ્લેન્ડ સિરીઝની વચ્ચે અચાનક અંશુલ કંબોજનો ફોન આવ્યો. થોડા દિવસો પહેલા સુધી અંશુલ કંબોજ ભારતની A ટીમ સાથે ઈંગ્લેન્ડમાં હતો, પરંતુ ભારત આવતાની સાથે જ તેને ફરીથી જવું પડ્યું. એવું કહેવાય છે કે આકાશ દીપ ઈજાગ્રસ્ત થયો છે. તેથી એવી શક્યતા છે કે તે આગામી મેચ એટલે કે 23 જુલાઈથી માન્ચેસ્ટરમાં થનારી મેચમાં રમતો જોવા મળે.

ફર્સ્ટ ક્લાસમાં અંશુલ કંબોજનું આવું રહ્યું છે પ્રદર્શન

અંશુલે અત્યાર સુધી કોઈ ઈન્ટરનેશનલ મેચ રમી નથી, પરંતુ તેના ફર્સ્ટ ક્લાસ આંકડા પર એક નજર નાખવી જોઈએ. અંશુલે અત્યાર સુધીમાં 24 મેચ રમીને 79 વિકેટ લીધી છે. આ સાથે તેને 486 રન પણ બનાવ્યા છે. ભલે તે બોલર તરીકે જાણીતો હોય, પણ તે રન બનાવવામાં પણ સફળ રહ્યો છે.

  • Follow us on: