ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ સિરીઝની ચોથી મેચ 23 જુલાઈથી રમાશે. ટીમ ઈન્ડિયા આ સિરીઝમાં પહેલાથી જ પાછળ છે, આવામાં કેપ્ટન શુભમન ગિલ ટેન્શનમાં હશે. જો ટીમ ઈન્ડિયા આ મેચ હારી જાય છે તો એક એવું શરમજનક રેકોર્ડ બનશે જે આજ સુધી ક્યારેય બન્યો નથી.


તેથી આ રેકોર્ડ ટાળવા માટે ટીમ ઈન્ડિયાને આ મેચ જરૂર જીતવી જ પડશે, નહિં તો શુભમન ગિલની કેપ્ટન તરીકેની શરૂઆતમાં જ તેના પર કલંક લાગી જશે.

માન્ચેસ્ટરમાં 9 ટેસ્ટ રમ્યા છતાં પણ ટીમ ઈન્ડિયાને નથી મળી જીત

માન્ચેસ્ટરમાં ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધીમાં કુલ 9 ટેસ્ટ મેચ રમ્યા છે. આ સિરીઝ 1936થી શરૂ થઈ હતી અને આજ સુધી ચાલુ રહી છે. આ દરમિયાન ભારતીય ટીમને 4 મેચમાં હાર મળી છે અને 5 મેચ ડ્રો રહી છે. એટલે કે, ભારતીય ટીમને અહીં અત્યાર સુધી એક પણ જીત મળેલી નથી. માન્ચેસ્ટર સિવાય માત્ર બાર્બાડોસ એવું સ્ટેડિયમ છે જ્યાં ટીમ ઈન્ડિયા આટલી બધી મેચો રમ્યા પછી પણ કોઈ જીત હાંસલ કરી શકી નથી.

બાર્બાડોસમાં 9માંથી 7 મેચ હારી છે ભારતીય ટીમ

બાર્બાડોસમાં પણ ટીમ ઈન્ડિયા અત્યાર સુધી 9 ટેસ્ટ મેચ રમી છે, જેમાંથી 7 હારી છે અને 2 ડ્રો રહી છે. એટલે કે અહીં પણ ટીમ ઈન્ડિયાને 1953થી આજ સુધી જીત મળી નથી.

કોઈ પણ ટીમ 10 ટેસ્ટ રમ્યા પછી આ સ્થિતિમાં નથી

ભારતીય ટીમ સાથે ક્યારેય એવું બન્યું નથી કે ટીમે એક જ મેદાન પર 10 મેચ રમી હોય અને છતાં એક પણ મેચ જીતી ન હોય. જો ટીમ ઈન્ડિયા આ મેચ હારી જાય અથવા મેચ ડ્રો થાય, તો આ એક નવો રેકોર્ડ હશે. એવું ક્યારેય બન્યું નથી કે દુનિયાની કોઈ પણ ટીમે એક જ મેદાન પર 10 મેચ રમી હોય અને એક પણ મેચ જીતી ન હોય. એટલે કે ટીમ ઈન્ડિયા શરમજનક રેકોર્ડની ખૂબ નજીક છે. જો તે જીતે છે, તો જ તેને બચાવી શકાય છે, નહીં તો શુભમન ગિલની કેપ્ટનશીપ પર એવું કલંક લાગશે, જેને દૂર કરવું સરળ રહેશે નહીં.


  • Follow us on: