ઈંગ્લેન્ડ સામે લીડ્સ ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાને 5 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો. આ હાર સાથે જ શુભમન ગિલની કેપ્ટનશિપમાં ટીમ ઈન્ડિયા પર કલંક લાગ્યું છે. આ એક એવી હાર છે જેને ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ અને ફેન્સ સરળતાથી ભૂલી શકશે નહીં.
તમને જણાવી દઈએ કે લીડ્સ ટેસ્ટ મેચમાં મળેલી હાર બાદ ટીમ ઈન્ડિયાના નામે એક શરમજનક રેકોર્ડ જોડાઈ ગયો છે. આ પહેલા આ રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના નામે હતો. ક્રિકેટ ઈતિહાસમાં પહેલીવાર આવું થયું છે કે કોઈ ટીમે બેટિંગમાં 5 સદી ફટકારી હોય અને તે ટીમને હારનો સામનો કરવો પડ્યો હોય. લીડ્સ ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયા સાથે આવું થયું છે.
ઓસ્ટ્રેલિયા સાથે પણ થયું છે આવું
આ પહેલા 1928-29માં એક મેચમાં ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનોએ 4 સદી ફટકારી હતી અને તે ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. લીડ્સ ટેસ્ટ મેચમાં ભારતીય ખેલાડીઓએ 5 સદી ફટકારી હતી અને ટીમને હારનો સામનો કરવો પડ્યો. ઈંગ્લેન્ડ સામે પહેલી ટેસ્ટ મેચમાં પહેલી ઈનિંગમાં ઓપનિંગ બેટ્સમેન યશસ્વી જયસ્વાલ, કેપ્ટન શુભમન ગિલ અને વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત સદી ફટકારી હતી. બીજી ઈનિંગમાં ઓપનિંગ બેટ્સમેન કેએલ રાહુલ અને વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતે સદી ફટકારી હતી. આ રીતે આ મેચમાં ટીમ ઈન્ડિયા તરફથી કુલ 5 સદી ફટકારી અને અંતમાં ટીમને હારનો સામનો કરવો પડ્યો.
બેન ડકેટની શાનદાર ઈનિંગએ અપાવી ઈંગ્લેન્ડને જીત
મેચની વાત કરીયે તો ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પહેલી ઈનિંગમાં ટીમ ઈન્ડિયા 471 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ. જવાબમાં ઈંગ્લેન્ડે પહેલી ઈનિંગમાં ઓલી પોપની સદી સાથે 465 રન બનાવ્યા. પહેલી ઈનિંગના આધાર પર ભારત પાસે માત્ર 6 રનની લીડ મળી.
આ બાદ ઈનિંગમાં ટીમ ઈન્ડિયાએ 364 રન બનાવ્યા અને ઈંગ્લેન્ડને જીત માટે 371 રનનો ટાર્ગેટ આપ્યો. આ ટાર્ગેટને ચેઝ કરતાં ઈંગ્લેન્ડની ટીમે 82 ઓવરમાં 5 વિકેટના નુકસાન સાથે હાંસલ કરી લીધો. ઈંગ્લેન્ડ તરફથી બીજી ઈનિંગમાં બેન ડકેટે 149 રનની શાનદાર ઈનિંગ રમી. આ શાનદાર ઈનિંગ માટે તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો.