લોર્ડ્સ ટેસ્ટના ચોથા દિવસના અંત સુધીમાં ટીમ ઈન્ડિયાએ 4 વિકેટ ગુમાવીને 58 રન બનાવી લીધા છે. ટીમ ઈન્ડિયાને મેચ જીતવા માટે હજુ 135 રનની જરૂર છે. ચોથા દિવસે ઈંગ્લેન્ડની બીજી ઈનિંગ 192 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
જેના પછી ટીમ ઈન્ડિયાને 193 ટાર્ગેટને રનનો ટાર્ગેટ મળ્યો હતો. ચોથા દિવસે સ્ટમ્પ સુધી કેએલ રાહુલ 33 રન બનાવીને ટીમ ઈન્ડિયા માટે ક્રીઝ પર છે.
ત્રીજા દિવસના સ્ટમ્પ સુધીમાં ઈંગ્લેન્ડે એક ઓવરમાં 2 રન બનાવી લીધા હતા. ચોથા દિવસે જ્યારે ઈંગ્લેન્ડે પોતાની ઈનિંગ શરૂ કરી, ત્યારે ભારતીય બોલરોએ ઈંગ્લેન્ડના બેટ્સમેનોને હેરાન કર્યા. જ્યારે બેન ડકેટ 12 રન બનાવીને આઉટ થયો. જો રૂટ ઈંગ્લેન્ડ તરફથી ટોપ સ્કોરર રહ્યો, તેને 40 રન બનાવ્યા. કેપ્ટન બેન સ્ટોક્સે 33 રનનું યોગદાન આપ્યું અને તેની ટીમને 192 રનના સ્કોર સુધી પહોંચાડી.
ટીમ ઈન્ડિયાને હજુ 135 રનની જરૂર
ચોથા દિવસ સુધીમાં લોર્ડ્સના મેદાનની પીચ બેટિંગ માટે ખૂબ જ મુશ્કેલ બની ગઈ હતી. યશસ્વી જયસ્વાલ બીજી ઈનિંગમાં પોતાનું ખાતું પણ ખોલી શક્યો ન હતો. કરુણ નાયર થોડો સમય ક્રીઝ પર રહ્યો, પરંતુ તે 14 રન બનાવીને પેવેલિયન પાછો ફર્યો, જેના કારણે ભારતે 41 રનના સ્કોર પર બીજી વિકેટ ગુમાવી દીધી. છેલ્લી મેચની બંને ઈનિંગમાં સદી ફટકારનાર કેપ્ટન શુભમન ગિલ માત્ર 6 રન બનાવીને આઉટ થયો.
ચોથા દિવસે ભારતે બેટ્સમેનની વિકેટ ગુમાવવાના ડરથી આકાશદીપને નાઈટ વોચમેન તરીકે બેટિંગ માટે મોકલ્યો. આકાશદીપે 10 બોલમાં તેની વિકેટ બચાવી, પરંતુ દિવસની છેલ્લી ઓવરમાં બેન સ્ટોક્સ દ્વારા ક્લીન બોલ્ડ થઈ ગયો. હવે પાંચમા દિવસે ભારતને જીતવા માટે 135 વધુ રન બનાવવા પડશે અને ટીમ ઈન્ડિયાની પાસે ફક્ત 6 વિકેટ બાકી છે. ટીમ ઈન્ડિયાને કેએલ રાહુલ પાસેથી આશા રહેશે, જે 33 રન પર અણનમ છે. ભારતીય બેટિંગ લાઈન-અપમાં રિષભ પંત, નીતિશ કુમાર રેડ્ડી, રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજ હજુ સુધી આવ્યા નથી.