ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની રોમાંચક સિરીઝની ચોથી મેચ 23 જુલાઈએ માનચેસ્ટરના ઓલ્ડ ટ્રેફડમાં રમાવવાની છે, પરંતુ તે પહેલા ટીમ ઈન્ડિયાની મુશ્કેલીમાં વધારો થયો છે.


ચોથી ટેસ્ટ મેચ પહેલા ભારતીય ટીમના બે મહત્ત્વપૂર્ણ ખેલાડીઓ ઈજાગ્રસ્ત થયા છે અને ટીમની બહાર થઈ ગયા છે. જેના કારણે પ્લેઈંગ ઈલેવન પર અસર પડી શકે છે.

ભારતીય ઓલરાઉન્ડર નીતિશ કુમાર રેડ્ડી ઈજાના કારણે બંને ટેસ્ટ મેચમાંથી બહાર થઈ ગયો છે. ભારત માટે એક ઈમર્જિગ ઓલરાઉન્ડર ઓપ્શન હતો. તે બોલ અને બેટ બંનેથી સારું યોગદાન આપવાની તાકાત ધરાવે છે. નીતિશ કુમાર રેડ્ડીની ઈજાના કારણે ટીમની પ્લેઈંગ ઈલેવન અને ટીમ ઈન્ડિયાની રણનીતિ પર અસર થઈ શકે છે. જેના કારણે નીચલા ક્રમ અને મિડિલ ઓર્ડર બોલિંગ ઓર્ડરમાં અસર થઈ શકે છે.

અર્શદીપ સિંહ ચોથી ટેસ્ટમાંથી બહાર

ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ ઈજાના કારણે માનચેસ્ટર ટેસ્ટમાં રમી શકશે નહીં. અર્શદીપને અત્યાર સુધી ટેસ્ટ સિરીઝમાં એક પણ મેચ રમવાની તક મળી નથી. તેને ચોથી ટેસ્ટમાં પ્લેઈંગ ઈલેવનમાં તક મળવાની સંભાવના હતી. પરંતુ તેના બહાર થવાથી ભારતીય ટીમનું સંકટ વધી ગયું છે. ચોથી ટેસ્ટ ભારત માટે ઈંગ્લેન્ડ ટેસ્ટ સિરીઝ બરાબર કરવાની મોટી તક છે, પરંતુ એક મજબૂત અને સંતુલિત ટીમ મેદાનમાં ઉતારવી એક અગ્નિપરીક્ષા છે.


BCCIએ જાહેર કર્યું સ્ટેટમેન્ટ

BCCIએ નીતિશ કુમાર રેડ્ડી અને અર્શદીપ સિંહનું ટીમમાંથી બહાર થવા પર એક સ્ટેટમેન્ટ જાહેર કર્યું અને કહ્યું કે ઓલરાઉન્ડર નીતિશ કુમાર રેડ્ડી જમણાં ઘુંટણમાં ઈજાના કારણે બાકીની 2 મેચ રમી શકશે નહીં. નીતિશ કુમાર રેડ્ડી ટૂંક સમયમાં ભારતીય ટીમમાં જોડાશે તેવી આશા છે.

અર્શદીપ સિંહ ઈંગ્લેન્ડ સામે માનચેસ્ટરમાં રમનારી ચોથી ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. બેકેમહેમમાં એક પ્રેક્ટિસ સેશન દરમિયાન નેટ્સમાં બોલિંગ કરતી વખતે ડાબા અંગૂઠામાં ઈજા થઈ હતી. BCCIની મેડિકલ ટીમ તેની ફિટનેસ પર ધ્યાન આપી રહી છે. બંને ખેલાડીઓની ઈજાને કારણે અંશુલ કંબોજને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. અંશુલ કંબોજ માનચેસ્ટર ટેસ્ટ માટે ટીમમાં જોડાઈ ગયો છે. ચોથી ટેસ્ટ 23 જુલાઈથી શરુ થશે.

ચોથી ટેસ્ટ માટે ભારતની અપડેટેડ ટીમ

શુભમન ગિલ (કેપ્ટન), રિષભ પંત (વાઈસ કેપ્ટન અને વિકેટકીપર), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, સાઈ સુદર્શન, અભિમન્યુ ઈશ્વરન, કરુણ નાયર, રવીન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, આકાશ દીપ, કુલદીપ યાદવ, અંશુલ કંબોજ.


  • Follow us on: