ટીમ ઈન્ડિયાના વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત જ્યારે પણ ટેસ્ટ મેચ રમવા આવે છે, ત્યારે તેમની નજરમાં હંમેશા કોઈને કોઈ રેકોર્ડ હોય છે. પંતે ઈંગ્લેન્ડ સામે ચાલી રહેલી ટેસ્ટ સિરીઝમાં અત્યાર સુધી બેટથી શાનદાર પ્રદર્શન કર્યું છે.
રિષભ પંત પાસે લોર્ડ્સમાં બીજો ઈતિહાસ રચવાની તક હશે. પંતે અત્યાર સુધી ટેસ્ટ ક્રિકેટમાં કુલ 86 છગ્ગા ફટકાર્યા છે. હવે તેની પાસે ભારત માટે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગા ફટકારનાર બેટ્સમેન બનવાની તક હશે.
રિષભ પંત તોડી શકે છે વીરેન્દ્ર સેહવાગનો મોટો રેકોર્ડ
ટેસ્ટ ક્રિકેટમાં ભારત માટે સૌથી વધુ છગ્ગા ફટકારવાનો રેકોર્ડ વીરેન્દ્ર સેહવાગના નામે છે. તેને પોતાના ટેસ્ટ કરિયરમાં કુલ 90 છગ્ગા ફટકાર્યા હતા. રોહિત શર્માનું નામ આ લિસ્ટમાં બીજા ક્રમે છે. હિટમેને પોતાના ટેસ્ટ કરિયરમાં 88 છગ્ગા ફટકાર્યા હતા. હવે રિષભ પંત પાસે આ બંને બેટ્સમેનોને પાછળ છોડી દેવાની સુવર્ણ તક હશે.
રિષભ પંતને રોહિત શર્માને પાછળ છોડી દેવા માટે ત્રણ છગ્ગા અને સેહવાગને પાછળ છોડી દેવા માટે પાંચ છગ્ગાની જરૂર છે. આ સિરીઝ વિશે વાત કરીએ તો રિષભ પંતે અત્યાર સુધી ચાર ઈનિંગમાં 13 છગ્ગા ફટકાર્યા છે. તે આ સિરીઝમાં સૌથી વધુ છગ્ગા ફટકારનાર બેટ્સમેન છે. રિષભ પંત લોર્ડ્સમાં આ રેકોર્ડ તોડી શકશે કે નહીં.
ટેસ્ટ ક્રિકેટમાં ભારત માટે સૌથી વધુ છગ્ગા ફટકારનારા બેટ્સમેન
વીરેન્દ્ર સેહવાગ - 90 છગ્ગા
રોહિત શર્મા - 88 છગ્ગા
ઋષભ પંત: 86 છગ્ગા
એમએસ ધોની - 78 છગ્ગા
રવિન્દ્ર જાડેજા - 72 છગ્ગા
ઇંગ્લેન્ડ સામેની સિરીઝમાં રિષભ પંતે બેટથી કર્યું છે શાનદાર પ્રદર્શન
લીડ્સ ખાતે રમાયેલી પહેલી ટેસ્ટ મેચની બંને ઈનિંગમાં રિષભ પંતે સદી ફટકારી હતી. તેને પહેલી ઈનિંગમાં 134 રન બનાવ્યા હતા, જ્યારે બીજી ઈનિંગમાં તે 118 રન બનાવીને આઉટ થયો. તેને બીજી મેચમાં પણ ઉપયોગી ઈનિંગ રમી હતી. એજબેસ્ટનમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચની બીજી ઈનિંગ્સમાં તેને અડધી સદી ફટકારી હતી. ત્યાં તેને 58 બોલમાં 65 રન બનાવ્યા હતા. પંત સિરીઝની બાકીની ત્રણ ટેસ્ટ મેચોમાં આ ફોર્મ જાળવી રાખવા માગશે.