ટીમ ઈન્ડિયાએ ઈતિહાસ રચીને એજબેસ્ટનમાં પોતાની પહેલી ટેસ્ટ મેચ જીતી. ઈંગ્લેન્ડ સામે સિરીઝની બીજી મેચ એજબેસ્ટનમાં જોવા મળી હતી. આ મેચમાં ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કર્યું અને ઈંગ્લેન્ડ સામે 336 રનની ઈનિંગ રમી.


શુભમન ગિલની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયાએ વર્ષોનો દુકાળ પૂર્ણ કર્યો છે. હવે શુભમન ગિલે એક બ્રિટિશ મીડિયાના એક પત્રકારની મજાક કરી છે.

શુભમન ગિલે ફની અંદાજમાં પત્રકાર સાથે કરી મજાક

એજબેસ્ટન ટેસ્ટ પહેલા પ્રેસ કોન્ફોરન્સમાં બ્રિટિશ મીડિયાના એક પત્રકારે શુભમન ગિલની સામે એક રેકોર્ડ રાખ્યો હતો. તેને કહ્યું હતું કે ભારતીય ટીમે અત્યાર સુધી એજબેસ્ટનમાં કોઈ પણ ટેસ્ટ મેચ જીતી નથી. શુભમન ગિલે તે સમયે કહ્યું હતું કે અમે આંકડાઓ પર ધ્યાન આપતાં નથી. જ્યારે ભારતને એજબેસ્ટનમાં ટેસ્ટ મેચ જીતી લીધી, તો ત્યારબાદ પ્રેસ કોન્ફોરન્સમાં શુભમન ગિલે બ્રિટિશ પત્રકાર દ્વારા મેચ પહેલા આંકડાઓને લઈને પૂછેલા સવાલનો ઉલ્લેખ કર્યો હતો.


શુભમન ગિલના જવાબથી તમામ હાજર પત્રકારો હસવાં લાગ્યા. તેને કોન્ફરસ રૂમમાં તે પત્રકારને શોધ્યો અને તે મળ્યો નહીં, તો ગિલે તેની મજાક કરતાં કહ્યું કે 'હું મારા પ્રિય પત્રકારને જોઈ શકતો નથી, ક્યાં છે તે? હું તેને મળવા માગતો હતો પરંતું મેં ટેસ્ટ મેચ પહેલા કહ્યું હતું કે હું આંકડાઓ અથવા ઈતિહાસ પર વિશ્વાસ કરતો નથી.'

શુભમન ગિલે બીજી ટેસ્ટમાં બંને ઈનિંગમાં ફટકારી સદી

શુભમન ગિલે ઈંગ્લેન્ડ સામે બીજી ટેસ્ટ મેચની પહેલી ઈનિંગમાં 387 બોલ રમીને 269 રન બનાવ્યા હતા. તેને કુલ 30 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. શુભમન ગિલે કેપ્ટનશીપ ઈનિંગ રમતાં ટીમને તમામ સપોર્ટ કર્યો. બીજી ઈનિંગમાં પણ શુભમન ગિલે ધૂમ મચાવી. તેને 162 બોલમાં 161 રન બનાવ્યા. તેને 13 ચોગ્ગા અને 8 છગ્ગા ફટકાર્યા. શુભમન ગિલે બંને ઈનિંગમાં રન બનાવીને ફાયદો કર્યો. ભારતે 608 રનનો વિશાળ ટાર્ગેટ ઈંગ્લેન્ડને આપ્યો. ઈંગ્લેન્ડ 271 રન પર ઓલઆઉટ થઈ ગઈ અને ભારતીય ટીમને 336 રનથી જીત મળી.


  • Follow us on: