ટીમ ઈન્ડિયા ભલે બર્મિંગહામ ટેસ્ટ મેચ જીતી ગઈ હોય, પરંતુ કેપ્ટન શુભમન ગિલ અને મુખ્ય કોચ ગૌતમ ગંભીર 2 ખેલાડીઓના પ્રદર્શનથી બિલકુલ ખુશ નહીં હોય. આ બંને ખેલાડીઓએ મેનેજમેન્ટને ખૂબ નિરાશ કર્યું છે.


જેના કારણે લોર્ડ્સ ટેસ્ટ મેચમાં તેમને ફરીથી તક આપીને મોટું જોખમ લેવામાં આવશે નહીં. આ પરિસ્થિતિમાં 2 ભારતીય ખેલાડીઓને ત્રીજી મેચમાં ટેસ્ટ ડેબ્યૂ કરવાની મોટી તક મળી શકે છે. આમાંથી એક ખેલાડી લાંબા સમયથી રાહ જોઈ રહ્યો હતો.

કરુણ નાયરનું કપાશે પત્તું?

ઈંગ્લેન્ડ પ્રવાસ પર પહેલી બે મેચ રમનાર કરુણ નાયરના પ્રદર્શને અત્યાર સુધી નિરાશ કર્યા છે. જ્યારે તે નંબર 6 પર રમવામાં નિષ્ફળ ગયો, ત્યારે ટીમ મેનેજમેન્ટે તેને નંબર 3 પર પણ અજમાવ્યો. પરંતુ નાયર નંબર 3 પર રમવામાં નિષ્ફળ ગયો છે.


આ પરિસ્થિતિમાં ભારતીય ટીમ મેનેજમેન્ટ હવે મોટો ફેરફાર કરી શકે છે. ઈન્ડિયા Aની કેપ્ટનશીપ કરીને શાનદાર પ્રદર્શન કરનાર અભિમન્યુ ઈશ્વરનને આખરે ડેબ્યૂ કરવાની તક મળી શકે છે. ઈશ્વરન લાંબા સમયથી ટીમ ઈન્ડિયાનો ભાગ છે, પરંતુ હજુ પણ તેને ડેબ્યૂ કરવાની તક મળી રહી નથી. પરંતુ લોર્ડ્સ સ્ટેડિયમમાં તેને તક મળી શકે છે.

અર્શદીપ સિંહ પણ કરી શકે છે ડેબ્યૂ

લોર્ડ્સ ક્રિકેટ સ્ટેડિયમની પિચ પર નજર કરીએ તો તે ફાસ્ટ બોલરને મદદ કરશે તેવું લાગી રહ્યું છે. આ પરિસ્થિતિમાં પ્લેઈંગ 11માં 4 ફાસ્ટ બોલરોને તક મળી શકે છે. બર્મિંગહામ ટેસ્ટ મેચમાં બોલ અને બેટ બંનેથી નિષ્ફળ રહેલા નીતિશ કુમાર રેડ્ડીને પ્લેઈંગ 11 માંથી બહારનો રસ્તો બતાવી શકાય છે. તેના સ્થાને સ્વિંગ બોલર અર્શદીપ સિંહને પ્લેઈંગ 11 માં તક મળી શકે છે. અર્શદીપના રમવાથી ભારતીય ટીમની ફાસ્ટ બોલિંગ વધુ મજબૂત બનશે. પ્રસિદ્ધ કૃષ્ણાની જગ્યાએ જસપ્રીત બુમરાહનું કમબેક પાક્કું છે.


  • Follow us on: