આઈપીએલ 2025માં રોયલ ચેલેન્જર્સ ટીમની ચેમ્પિયન બનાવવામાં મહત્ત્વ ભૂમિકા ભજવનાર ફાસ્ટ બોલર યશ દયાલ હાલમાં વિવાદો સાથે સંકળાયેલ છે. લાંબા સમયશી સોશિયલ મીડિયા પર એક મહિલા તેના પર જાતીય શોષણનો આરોપ લગાવી રહી છે.


હવે તે મહિલાએ ઈન્દિરાપુરમ પોલીસ સ્ટેશનમાં FIR પણ નોંધાવી છે. જેના કારણે હવે યશ પર IPLમાંથી પ્રતિબંધ લાગી શકે છે. આ સિવાય જો આરોપો સાબિત થાય છે, તો તેને 10 વર્ષની જેલ પણ થઈ શકે છે.

શું જેલમાં જશે યશ દયાલ?

યશ દયાલ સામેનો આ કેસ હવે ખૂબ મોટો થઈ ગયો છે. આ મામલામાં પીડિતાએ કથિત રીતે વોટ્સએપ ચેટ, વીડિયો કોલ અને ફોટાના સ્ક્રીનશોટ સહિત ઘણા વધુ પુરાવાઓ સાથે FIR નોંધાવી છે. હાલમાં પોલીસ આ કેસની તપાસ કરી રહી છે. આ FIR ભારતીય ન્યાય સંહિતાની સેક્શન 69 હેઠળ નોંધવામાં આવી છે.

આ કલમ એવા લોકોને લાગુ પડે છે જેઓ લગ્નનું ખોટું વચન આપીને છેતરપિંડી કરીને જાતીય સંબંધો બાંધે છે. આ એક બિન-જામીનપાત્ર કલમ ​​છે, જેમાં જો આરોપો સાબિત થાય છે, તો પૂરા 10 વર્ષની સજા થઈ શકે છે. આ પરિસ્થિતિમાં જો પોલીસ તપાસમાં યશ દયાલ સામેના આરોપો સાબિત થાય છે, તો તેની ધરપકડ પણ થઈ શકે છે.

RCB સ્ટાર પર IPLમાં લાગી શકે છે પ્રતિબંધ

BCCI ના નિયમો મુજબ જો IPL દરમિયાન કોઈ ઘટના બને તો તેઓ કાર્યવાહી કરી શકે છે. તે સમયે ખેલાડીઓ બોર્ડની આચારસંહિતાથી બંધાયેલા હોય છે. ટુર્નામેન્ટ પૂરી થયા પછી ખેલાડી પર કોઈ મોટો નિર્ણય લેવાનો કોઈ નિયમ નથી. પરંતુ તે પછી પણ બોર્ડ અને ફ્રેન્ચાઈઝી તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી યશ દયાલને સસ્પેન્ડ કરી શકે છે. જેના કારણે તે ટીમના કોઈપણ કાર્યક્રમનો ભાગ રહેશે નહીં. કોર્ટમાં આરોપો સાબિત થયા પછી, BCCI ચોક્કસપણે યશ પર પ્રતિબંધ મૂકી શકે છે.


  • Follow us on: