ભારતીય ટીમે બર્મિગહામ ટેસ્ટ મેચમાં બોલિંગ અને બેટિંગથી ધૂમ મચાવી છે. જેના કારણે જ 336 રનની ઐતિહાસિક જીત મેળવી. છેલ્લા 10 વર્ષથી ભારતીય ટીમ વિદેશ ધરતી પર શાનદાર પ્રદર્શન કરી રહી હતી. જેના કારણે રેકોર્ડ પર રેકોર્ડ બની રહ્યા છે.
એજબેસ્ટન ટેસ્ટ મેચમાં મળેલી જીત બાદ ટીમ ઈન્ડિયાએ મોટી સિદ્ધિ હાંસલ કરી છે. જે સિદ્ધિ પાકિસ્તાન-શ્રીલંકા જેવી ટીમ પણ હાંસલ કરી શકી નથી. સેના દેશોમાં ભારતે તિરંગો લહેરાવ્યો છે.
ટીમ ઈન્ડિયાએ રચ્યો ઈતિહાસ
બર્મિંગહામ ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાએ જીતીને ઈતિહાસ રચ્યો છે. શુભમન ગિસ પહેલો એશિયાઈ કેપ્ટન બની ગયો છે, જેને આ મેદાન પર ટેસ્ટ મેચ જીતી છે. એશિયાની કોઈ ટીમ આવું કરવામાં સફળ થઈ નથી. આ સાથે ટીમ ઈન્ડિયાએ એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે.
ટીમ ઈન્ડિયા એશિયાની પહેલી ટીમ બની છે, જેને સેના દેશોમાં 30 ટેસ્ટ મેચ જીતી છે. પાકિસ્તાન અને શ્રીલંકાની ટીમોએ પણ સેના દેશમાં અત્યાર સુધી આટલી મેચ જીતી નથી. ભારતીય ટીમ આ મેદાન પર લાંબા સમયથી એક પણ મેચ જીતી ન હતી. આ જીત સાથે જ ગિલની કેપ્ટનશીપમાં ટીમનો આત્મવિશ્વાસ વધી ગયો છે.
હવે સિરીઝ જીતવા પર છે ફોકસ
લીડ્સમાં હાર બાદ ટીમ ઈન્ડિયાએ બર્મિંગહામ ટેસ્ટ મેચ જીતી લીધી છે. જેના કારણે 5 મેચની સિરીઝ અત્યારે 1-1ની બરાબરી પર છે. સિરીઝની ત્રીજી મેચ 10 જુલાઈએ લોર્ડ્સમાં રમાશે. આ મેચ જીતનાર ટીમને મોટો ફાયદો થશે, જેના કારણે બંને ટીમો પોતાની સર્વશ્રેષ્ઠ પ્લેઈંગ ઈલેવન સાથે ઉતરશે. જેના કારણે ટીમ ઈન્ડિયામાં 1 ફેરફાર કરવામાં આવ્યો છે.
શુભમન ગિલે રચ્યો ઈતિહાસ
શુભમન ગિલે એજબેસ્ટનમાં એક કેપ્ટન તરીકે પહેલી જીત મેળવી. આ જીત સાથે શુભમન ગિલે ઈતિહાસ રચ્યો. શુભમન એક કેપ્ટન તરીકે ઘર બહાર જીત મેળવનાર સૌથી યુવા કેપ્ટન બની ગયો છે. તેને સુનીલ ગાવસ્કરનો 49 વર્ષ જુનો રેકોર્ડ તોડ્યો છે. સુનીલ ગાવસ્કરે કેપ્ટન તરીકે 1976માં 26 વર્ષ 202 દિવસની ઉંમરે પહેલી જીત મેળવી હતી.
જ્યારે શુભમન ગિલે આ સિદ્ધિ 25 વર્ષ 301 દિવસમાં હાંસલ કરી છે. શુભમન ગિલ એક ટેસ્ટમાં 400થી વધુ રન બનાવનારો પહેલો એશિયન બેટ્સમેન પણ બન્યો છે.