ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ સિરીઝ 20 જૂનથી શરુ થવાની છે. બંને ટીમો પહેલી મેચ માટે ઉત્સાહિત છે. ભારતીય ટીમની કમાન આ વખતે યુવા ખેલાડી શુભમન ગિલના હાથમાં છે. તે કોઈપણ સંજાગોમાં પહેલી ટેસ્ટ મેચ જીતીને 1-0ની લીડ પ્રાપ્ત કરવા માગશે. પહેલી મેચ હેંડિગ્લેમાં રમાશે. તમને જણાવી દઈએ કે આ મેદાન પર ટીમ ઈન્ડિયાનો રેકોર્ડ કેવો છે.


કેવો છે ટીમ ઈન્ડિયાનો રેકોર્ડ?

હેડિંગ્લેમાં પહેલી ટેસ્ટ મેચ રમાવવાની છે. આ મેદાન પર ભારતીય ટીમે પહેલી મેચ 1952માં રમી હતી. પરંતુ આ મેચમાં ટીમ ઈન્ડિયાએ હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતે અત્યાર સુધી આ મેદાન પર 7 ટેસ્ટ મેચ રમી છે. આ દરમિયાન 2 વાર ટીમ ઈન્ડિયાને જીત મળી છે, જ્યારે 1 મેચ ડ્રો રહી છે અને 4 મેચ ઈંગ્લેન્ડે જીતી છે.

છેલ્લી વખત ટીમ ઈન્ડિયા આ મેદાન પર વિરાટ કોહલીની કેપ્ટનશિપમાં વર્ષ 2021માં રમી હતી, પરંતુ ટીમ ઈન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો હતો. 20 જૂનથી ભારતીય ટીમ આ મેદાન પર પોતાની આઠમી મેચ રમશે.

આ મેદાન પર અત્યાર સુધી 84 મેચ રમાઈ છે. તેમાં 29 મેચ પહેલા બેટિંગ કરનારી ટીમ જીતી છે, જ્યારે 36 મેચ ટાર્ગેટને ચેઝ કરનારી ટીમે જીત મેળવી છે.

ઈંગ્લેન્ડની પ્લેઈંગ ઈલેવન

બેન સ્ટોક (કેપ્ટન), જેક ક્રોલી, બેન ડકેટ, ઓલી પોપ, જો રૂટ, હેરી બ્રુક, જેમી સ્મિથ (વિકેટકીપર), ક્રિસ વોક્સ, બ્રાયડન કાર્સ, જોશ ટંગ, શોએબ બસીર.

ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન

યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, સાઈ સુદર્શન, શુભમન ગિલ (કેપ્ટન), રિષભ પંત, કરુણ નાયર, રવીન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ/હર્ષિત રાણા, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ.


  • Follow us on: