ફક્ત 2 બાદ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સિરીઝ શરૂ થશે. સિરીઝની પહેલી મેચ 20 જૂનથી હેડિંગ્લીમાં રમાશે. આ મેચ પહેલા ફેન્સમાં એક મોટો સવાલ હતો કે વિરાટ કોહલીની જગ્યાએ નંબર 4 પર કોણ બેટિંગ કરશે.
આ સાથે રોહિત શર્માના સંન્યાસ બાદ ઓપનિંગ જોડી વિશે પણ એક સવાલ હતો. હેડિંગ્લી ટેસ્ટ મેચ પહેલા ભારતીય વાઈસ કેપ્ટન રિષભ પંતે કોહલીની જગ્યાએ બેટ્સમેનનું નામ જાહેર કર્યું છે.
રિષભ પંતે કહ્યું કોહલીનું સ્થાન કોણ લેશે?
ભારતીય ટીમના નવા ટેસ્ટ વાઈસ કેપ્ટન રિષભ પંત હેડિંગ્લે ટેસ્ટ મેચ પહેલા પ્રેસ કોન્ફરસ કરી. જ્યાં તેને પહેલી ટેસ્ટ મેચ દરમિયાન ટીમ ઈન્ડિયાના બેટિંગ ઓર્ડર પર મોટો ખુલાસો કર્યો છે. રિષભ પંત મુજબ કેએલ રાહુલ અને યશસ્વી જયસ્વાલ ઓપનિંગ જોડીના રૂપમાં જોવા મળશે. આ બંને પહેલા ઓસ્ટ્રેલિયામાં ઓપનિંગ જોડીની ભૂમિકા ભજવી ચૂક્યાં છે.
વિરાટ કોહલીની જગ્યા હવે નવો કેપ્ટન શુભમન ગિલ લઈ શકે છે. રિષભ પંતે ક્લિયર કરી દીધું છે કે ગિલ નંબર 4 પર બેટિંગ કરતો જોવા મળશે. ઓસ્ટ્રેલિયા પ્રવાસની જેમ રિષભ પંત ઈંગ્લેન્ડમાં પણ નંબર 5 પર બેટિંગ કરતો જોવા મળશે. પરંતુ રિષભ પંતે હજુ સુધી ખુલાસો કર્યો નથી કે નંબર 3 પણ કોણ બેટિંગ કરશે.
ટેસ્ટ સિરીઝ માટે ભારતીય ટીમ
શુભમન ગિલ (કેપ્ટન), રિષભ પંત (વાઈસ કેપ્ટન અને વિકેટકીપર), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, સાઈ સુદર્શન, અભિમન્યુ ઈશ્વરન, કરુણ નાયર, નિતીશકુમાર રેડ્ડી, રવીન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, આકાશદીપ, કુલદીપ યાદવ, હર્ષિત રાણા.