ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ સિરીઝ રમાઈ રહી છે. સિરીઝની ચોથી મેચ 23 થી 27 જુલાઈ દરમિયાન માન્ચેસ્ટરમાં રમાઈ હતી. આ મેચમાં વોશિંગ્ટન સુંદર અને રવિન્દ્ર જાડેજાએ મળીને 203 રનની પાર્ટનરશીપ કરી અને હારી ગયેલી મેચ ડ્રો કરાવી.


વોશિંગ્ટન સુંદરની બેટિંગની હવે દુનિયાભરમાં પ્રશંસા થઈ રહી છે. પરંતુ તેના પિતા એમ સુંદરને ડર છે કે સારા પ્રદર્શન પછી પણ વોશિંગ્ટન સુંદરને ટીમ ઈન્ડિયામાં સ્થાન નહીં મળે. તેમને મેનેજમેન્ટ પર મોટા સવાલો ઉભા કર્યા છે .

વોશિંગ્ટન સુંદરના પિતાએ સવાલો ઉઠાવ્યા

વોશિંગ્ટન સુંદરના પિતા માને છે કે લોકો તેના પ્રદર્શનને ભૂલી રહ્યા છે. મીડિયા સાથે વાત કરતાં તેના પિતાએ કહ્યું કે વોશિંગ્ટન સતત ખૂબ સારું પ્રદર્શન કરી રહ્યો છે. પરંતુ લોકો તેના પ્રદર્શનને અવગણે છે અને ભૂલી જાય છે. અન્ય ખેલાડીઓને નિયમિત તકો મળે છે, ફક્ત મારા પુત્રને જ મળતી નથી.


વોશિંગ્ટનને પાંચમા નંબર પર સતત બેટિંગ કરવી જોઈએ, જેમ તેને ચોથી ટેસ્ટની બીજી ઈનિંગમાં કરી હતી અને તેને સતત પાંચથી દસ તકો મળવી જોઈએ. આશ્ચર્યજનક રીતે મારા પુત્રને ઈંગ્લેન્ડ સામેની પહેલી ટેસ્ટ માટે પસંદ કરવામાં આવ્યો ન હતો.

તેમને વધુમાં કહ્યું કે મારા દીકરાને એક કે બે મેચમાં નિષ્ફળ જવા છતાં પણ ટીમમાંથી બહાર કરી દેવામાં આવે છે. આ વાજબી નથી. શું બીજા કોઈ ભારતીય ક્રિકેટર માટે આવું વલણ અપનાવવામાં આવ્યું છે? આ બધા પછી તે ખૂબ જ મજબૂત બની ગયો છે અને પરિણામ એ છે કે લોકો હવે તેનું પ્રદર્શન જોઈ રહ્યા છે.

વોશિંગ્ટન સુંદરે ટીમ ઈન્ડિયાનું બચાવ્યું સન્માન

માન્ચેસ્ટરમાં રમાયેલી ચોથી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમે બીજી ઈનિંગમાં 0 ના સ્કોર પર 2 વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી શુભમન ગિલ અને કેએલ રાહુલે બાજી સંભાળી હતી. પરંતુ બંને ખેલાડીઓ છેલ્લા દિવસના પહેલા સેશનમાં જ આઉટ થઈ ગયા હતા. આ પછી વોશિંગ્ટન સુંદર અને રવિન્દ્ર જાડેજા ટીમ ઈન્ડિયા માટે દિવાલની જેમ ઉભા રહ્યા.

વોશિંગ્ટન સુંદરે 206 બોલમાં 101 રનની અણનમ ઈનિંગ રમી, જ્યારે રવિન્દ્ર જાડેજાએ 185 બોલમાં અણનમ 107 રન બનાવ્યા . બંનેએ સાથે મળીને ટીમ ઈન્ડિયા માટે શાનદાર પ્રદર્શન કર્યું અને મેચ ડ્રો કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી.


  • Follow us on: