ભારતીય મહિલા ટીમ હાલમાં શ્રીલંકા સામે ઘરેલુ મેદાન પર પાંચ મેચની T20 સિરીઝ રમી રહી છે, જેમાં ટીમે શાનદાર પ્રદર્શન સાથે પ્રથમ ત્રણ મેચ જીતી છે. ટીમ ઈન્ડિયા હવે સિરીઝમાં ક્લીન સ્વીપ કરવા પર નજર રાખી રહી છે, ચોથી મેચ 28 ડિસેમ્બરે તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે.
આ મેચમાં ટીમ ઈન્ડિયાની સ્ટાર ઓલરાઉન્ડર દીપ્તિ શર્મા પાસે ઈતિહાસ રચવાની તક હશે, તેને ફક્ત 1 વિકેટની જરૂર છે.
દીપ્તિ મહિલા T20માં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બનવાથી એક ડગલું દૂર
મહિલા T20 ઈન્ટરનેશનલ ફોર્મેટમાં ફક્ત બે બોલરો 150 કે તેથી વધુ વિકેટ લેવામાં સફળ રહી છે. ઓસ્ટ્રેલિયન મહિલા ટીમની બોલર મેગન શુટ આ સિદ્ધિ મેળવનાર પહેલી ખેલાડી હતી, હાલમાં તેણે 123 T20 મેચોમાં 151 વિકેટ લીધી છે. દીપ્તિ શર્મા બીજા નંબરે છે, જેણે મહિલા T20 ઈન્ટરનેશનલ મેચમાં 151 વિકેટ લીધી છે. જો દીપ્તિ શ્રીલંકાની મહિલા ટીમ સામેની ચોથી T20 મેચમાં ફક્ત એક વિકેટ લેવામાં સફળ રહે છે, તો તે મહિલા T20 ઈન્ટરનેશનલ મેચમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની જશે.
મહિલા T20 ઈન્ટરનેશનલ મેચોમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર
મેગન શુટ (ઓસ્ટ્રેલિયા) - 151 વિકેટ
દીપ્તિ શર્મા (ભારત) – 151 વિકેટ
હેનરિયેટ ઈશિમવે (રવાંડા) - 144 વિકેટ
નિદા દાર (પાકિસ્તાન) – 144 વિકેટ
સોફી એક્લેસ્ટોન (ઈંગ્લેન્ડ) – 142 વિકેટ
ત્રીજી T20માં બોલ સાથે કર્યું શાનદાર પ્રદર્શન
દીપ્તિ શર્મા આ સિરીઝમાં ત્રણ T20 મેચમાંથી 2માં રમી હતી અને બીજી મેચમાં તાવને કારણે તે પ્લેઈંગ ઈલેવનનો ભાગ ન હતી. ત્રીજી મેચમાં મેદાન પર પરત ફર્યા પછી તેણે બોલ સાથે પણ પોતાનું શાનદાર પ્રદર્શન કર્યું, તેણે 4 ઓવરમાં 18 રન આપીને 3 વિકેટ લીધી. અત્યાર સુધી દીપ્તિ શર્માએ આ સિરીઝમાં 4 વિકેટ લીધી છે.
આ પણ વાંચો: Joe Rootએ 15 રન બનાવીને રચ્યો ઈતિહાસ, આ સિદ્ધિ હાંસલ કરનારો ઈંગ્લેન્ડનો બન્યો પહેલો ક્રિકેટર