ભારતીય ક્રિકેટ ટીમે રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી ફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડને 96 રને હરાવીને નવો ઈતિહાસ રચ્યો છે. આ સાથે જ ભારત ICC T20 વર્લ્ડ કપ ત્રણ વખત જીતનાર વિશ્વની પ્રથમ ટીમ બની ગઈ છે. આ શાનદાર જીતથી આખું ભારત ગર્વ અને ખુશીથી ઝૂમી ઉઠ્યું છે. આ જીત બદલ વડાપ્રધાન મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ભારતીય ક્રિકેટ ટીમ શુભકામના આપી છે.


વડાપ્રધાન મોદીએ પાઠવી શુભેચ્છાઓ

ટીમ ઈન્ડિયાની જીત બાદ વડાપ્રધાન મોદીએ શુભેચ્છા આપી હતી. તેમણે એક્સ પર લખ્યું કે, ચેમ્પિયન્સ! ભારતીય ટીમને ICC મેન્સનો T20 વર્લ્ડ કપ જીતવા બદલ અભિનંદન! આ નોંધપાત્ર વિજય અસાધારણ કુશળતા, નિશ્ચય અને ટીમવર્કને પ્રતિબિંબિત કરે છે. તેઓએ ટુર્નામેન્ટ દરમિયાન ઉત્કૃષ્ટ હિંમત દર્શાવી છે. આ વિજયે દરેક ભારતીયના હૃદયને ગર્વ અને આનંદથી ભરી દીધું છે. શાબાશ, ટીમ ઇન્ડિયા!

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આપ્યા અભિનંદન

ટીમ ઈન્ડિયાની જીત બાદ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભેચ્છા આપી હતી. તેમણે એક્સ પર લખ્યું કે, શું અદ્દભૂત વિજય છે…!! વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઇન્ડિયાને ખુબ ખુબ શુભકામનાઓ. સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન તમારા અસાધારણ પ્રદર્શન અને જોરદાર હિંમતના પ્રદર્શને દેશ માટે ગૌરવ અને ગૌરવ લાવ્યું છે. દરેક ભારતીયને ગૌરવ અપાવવા બદલ સમગ્ર ટીમને અભિનંદન.


આ પણ વાંચો - Team Indiaએ ન્યુઝીલેન્ડને હરાવ્યું, ભારતીય ટીમે ત્રીજી વખત વર્લ્ડ ચેમ્પિયન બનીને રચ્યો ઈતિહાસ


  • Follow us on: