ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવ હાલમાં ક્રિકેટના મેદાન પરથી દૂર છે. IPL 2025માં ધૂમ મચાવ્યા બાદ સૂર્યકુમાર યાદવ સ્પોર્ટ્સ હર્નિયાથી પીડાઈ રહ્યો હતો, જેના કારણે તેને સર્જરી કરાવવી પડી હતી.
એક તરફ ટીમ ઈન્ડિયા 5 મેચની ટેસ્ટ સિરીઝ માટે ઈંગ્લેન્ડના પ્રવાસે છે, તો ભારતીય T20 ટીમનો કેપ્ટન સૂર્યકુમાર યાદવ પણ હાલમાં જર્મનીમાં હાજર છે. જ્યાં તેને સ્પોર્ટ્સ હર્નિયા સર્જરી કરાવી છે. જેની માહિતી સ્ટાર બેટ્સમેને પોતે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે.
શું હોય છે સ્પોર્ટ્સ હર્નિયા?
IPL 2025 પછી સૂર્યકુમાર યાદવને સ્પોર્ટ્સ હર્નિયાની સર્જરી કરવવા માટે જર્મની જવું પડ્યું. અત્યારે સૂર્યકુમાર યાદવની સ્પોર્ટ્સ હર્નિયાની સર્જરી સફળ રીતે પૂર્ણ થઈ છે, જે બાદ બેટ્સમેન તેની રિકવરી પ્રોસેસમાંથી પસાર થઈ રહ્યો છે. સર્જરી બાદ સૂર્યકુમારે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે. સ્પોર્ટ્સ હર્નિયા બાદ આ ખેલાડીને કમર અને તેની નીચેના ભાગમાં દુખાવો થાય છે. જો એથલીટ સતત રમતો રહે છે તો તેને આ સમસ્યા થાય છે.
સ્પોર્ટ્સ હર્નિયાની સમસ્યા અચાનક ભાગતાં અથવા નીચે વળવું અથવા તો લાત મારવી તેની ગતિવિધીને કારણે થાય છે. હર્નિયાનો દુખાવો ધીમે ધીમે શરુ થાય છે અને જેમ જેમ તમે એક્ટિવિટી કરો છો તેમ વધે છે.
IPL 2025માં સૂર્યકુમાર યાદવનું પ્રદર્શન
સૂર્યકુમાર યાદવે આઈપીએલ 2025માં ધૂમ મચાવી હતી. તેની ટીમ મુંબઈ ઈન્ડિયન્સ ફાઈનલ સુધી પહોંચી શકી ન હતી. પરંતુ આ ખેલાડીએ પોતાની બેટિંગથી ફેન્સનું દિલ જીતી લીધું. આઈપીએળ 2025ની 16 મેચમાં બેટિંગ કરતાં સૂર્યકુમાર યાદવે 717 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 167.91 રહ્યો હતો.
સીઝન-18 માં તેને 5 અડધી સદી ફટકારી હતી. તેના સિવાય તેને 69 ચોગ્ગા અને 39 છગ્ગા ફટકાર્યા હતા. તેનો બેસ્ટ સ્કોર 73 રનનો હતો. આઈપીએલ 2025માં મુંબઈ ઈન્ડિયન્સ પ્લોઓફ સુધી પહોંચ્યું હતું, પરંતુ ક્વોલિફાયર 2માં ટીમને પંજાબ કિંગ્સ સામે હારનો સામનો કરવો પડ્યો અને ટુર્નામેન્ટમાંથી બહાર થવું પડ્યું.