IPL 2025 દરમિયાન BCCI ઓફિસમાંથી 6.52 લાખ રૂપિયાની જર્સી ગાયબ થઈ ગઈ હતી. જ્યાં દરેક જર્સીની કિંમત 2500 રૂપિયા હતી. IPL પછી આ મામલો BCCIના ધ્યાનમાં આવ્યો. બોર્ડે ફરિયાદ નોંધાવી, ત્યારબાદ તપાસ શરૂ થઈ.


હવે મુંબઈ પોલીસે આ મામલે તપાસ પૂર્ણ કરી લીધી છે. ત્યારબાદ જર્સી ચોરનાર વ્યક્તિની પણ ધરપકડ કરવામાં આવી છે. આ બાબતથી BCCIમાં હાજર દરેક વ્યક્તિને આઘાત લાગ્યો છે.

BCCI ઓફિસમાંથી ચોરી કરનાર વ્યક્તિની કરવામાં આવી ધરપકડ

મીડિયા રિપોર્ટ મુજબ BCCI ઓફિસમાં ચોરી કરનાર વ્યક્તિ બીજું કોઈ નહીં પણ વાનખેડે સ્ટેડિયમનો સુરક્ષા મેનેજર હતો. મેનેજરનું નામ ફારૂક અસલમ ખાન છે, જે મુંબઈના મીરા રોડનો રહેવાસી છે. મુંબઈ પોલીસે હવે ફારૂક અસલમ ખાનની ધરપકડ કરી છે.

મીડિયા રિપોર્ટ મુજબ ચર્ચગેટ ખાતે વાનખેડે સ્ટેડિયમમાં સ્થિત BCCI ઓફિસના સ્ટોર રૂમમાંથી ફારૂક અસલમ ખાને IPL જર્સીનું આખું કાર્ટન ચોરી લીધું હતું. પોલીસના જણાવ્યા મુજબ દરેક જર્સીની કિંમત 2500 રૂપિયા હતી, જેના કારણે કુલ ચોરી 6.5 લાખ રૂપિયા થઈ હતી. 44 વર્ષના ફારૂક અસલમ ખાન વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 306 હેઠળ FIR નોંધવામાં આવી છે.

સીસીટીવી દ્વારા થયો કેસનો ખુલાસો

આ મહિનાની શરૂઆતમાં જ્યારે BCCI અધિકારીઓએ જર્સીના સ્ટોકની તપાસ કરી, ત્યારે એક મોટી વિસંગતતા જોવા મળી. ત્યારબાદ CCTV ફૂટેજ તપાસવામાં ચેક કરવામા આવ્યું અને 13 જૂને ફારૂક અસલમ ખાન સ્ટોર રૂમમાંથી એક મોટું બોક્સ લઈને જતો જોવા મળ્યો. જેના કારણે મરીન ડ્રાઈવ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો. ત્યારબાદ તપાસમાં જાણવા મળ્યું કે ફારૂક અસલમ ખાને તે જર્સી હરિયાણાના એક ડીલરને વેચી દીધી હતી. જ્યાં ફારૂક અસલમ ખાને ઓફિસના નવીનીકરણનું બહાનું બનાવ્યું હતું.


  • Follow us on: