ઈન્ડિયન પ્રીમિયર લીગની 19મી સીઝનની 54મી લીગ મેચ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાઈ હતી, જેને RCB એ છેલ્લા બોલ પર 2 વિકેટથી જીતી લીધી હતી.


આ મેચમાં RCBનું બોલિંગ પ્રદર્શન શાનદાર રહ્યું હતું, જેના કારણે મુંબઈ ઈન્ડિયન્સને માત્ર 166 રનના સ્કોર પર રોકી દેવામાં આવ્યું હતું, જેમાં ભુવનેશ્વર કુમારે મુખ્ય ભૂમિકા ભજવી હતી, આ મેચમાં કુલ 4 વિકેટ લીધી હતી, તેને જસપ્રીત બુમરાહ અને લસિથ મલિંગાની પણ બરાબરી કરી હતી.

ભુવનેશ્વર કુમારે IPLમાં ચોથી વખત આ ખાસ સિદ્ધિ હાંસલ કરી

ભુવનેશ્વર કુમારને IPLના ઈતિહાસમાં સૌથી મહાન બોલરોમાંથી એક ગણવામાં આવે છે. મુંબઈ ઈન્ડિયન્સ સામે 4 વિકેટ લઈને આ સિઝનમાં તેની કુલ વિકેટની સંખ્યા 21 થઈ ગઈ છે. ભુવનેશ્વર કુમાર હવે IPL સિઝનમાં સૌથી વધુ 20 કે તેથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ ધરાવે છે, આ બાબતે તેને લસિથ મલિંગા અને જસપ્રીત બુમરાહની બરાબરી કરી છે, જેમને પણ 4 વખત આ સિદ્ધિ મેળવી છે. યુઝવેન્દ્ર ચહલ 5 વાર આ સિદ્ધિ હાંસલ કરવા સાથે લિસ્ટમાં ટોપ પર છે.

એક જ IPL સિઝનમાં 20 કે તેથી વધુ વિકેટ લેનારા બોલર્સ

યુઝવેન્દ્ર ચહલ - 5 વખત

ભુવનેશ્વર કુમાર - 4 વખત

જસપ્રીત બુમરાહ - 4 વખત

લસિથ મલિંગા - 4 વખત

ભુવનેશ્વર કુમારે પર્પલ કેપ પરત મેળવી

ભુવનેશ્વર કુમારે IPL 2026 સીઝનમાં ફરી એકવાર પર્પલ કેપ પર કબજો જમાવ્યો છે. તેને અત્યાર સુધીમાં 11 મેચ રમી છે, જેમાં 15.28 ની એવરેજ અને 7.46 ના ઈકોનોમી રેટથી 21 વિકેટ લીધી છે. CSK ફાસ્ટ બોલર અંશુલ કંબોજ આ લિસ્ટમાં બીજા નંબરે છે, જેને અત્યાર સુધીમાં 19 વિકેટ લીધી છે.

આ પણ વાંચો: BCCIએ શુભમન ગિલને નવા T20 કેપ્ટન તરીકે કર્યો નિયુક્ત, સૂર્યકુમાર યાદવ પાસેથી છીનવાઈ કેપ્ટનશીપ?

  • Follow us on: