રવિવારે 11 મે ઈન્ડિયન પ્રીમિયર લીગ 2026માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ મુંબઈ ઈન્ડિયન્સને છેલ્લા બોલ પર હરાવ્યું. ભુવનેશ્વર કુમાર આરસીબીની જીતનો હીરો હતો. તેને બોલથી મુંબઈ ઈન્ડિયન્સને નષ્ટ કર્યું, આ સાથે બેટથી પણ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું.
ભુવનેશ્વર કુમારે 10 વર્ષ પછી આઈપીએલમાં છગ્ગો ફટકાર્યો, જે નિર્ણાયક સાબિત થયો. આ પહેલા તેને 2016માં છગ્ગો ફટકાર્યો હતો. તેને આઈપીએલમાં કુલ 4 છગ્ગા ફટકાર્યા છે.
RCBને છેલ્લી ઓવરમાં 15 રનની જરૂર હતી. રાજ અંગદ બાવા બોલિંગ કરી રહ્યો હતો. રોમારિયો શેફર્ડ 3 રન અને રસિક સલામ દાર 1 રન સાથે ક્રીઝ પર હતો. પહેલા 2 બોલ પર 4 રન બન્યા. રોમારિયો શેફર્ડ બીજા બોલ પર આઉટ થયો અને ભુવનેશ્વર કુમાર ક્રીઝ પર આવ્યો. RCB ને જીતવા માટે 3 બોલમાં 9 રનની જરૂર હતી. આગળનો બોલ વાઈડ હતો. પછી ભુવનેશ્વરે સિક્સર ફટકારી. ભુવનેશ્વરના સિક્સર પછી RCB ને જીતવા માટે 2 બોલમાં 3 રનની જરૂર હતી. બીજા બોલ પર 1 રન આવ્યો.
ભુવનેશ્વર કુમારે જીતી પર્પલ કેપ
રાજ અંગદ બાવા છેલ્લો બોલ ચૂકી ગયો અને 2 રન આપ્યા. આમ RCBએ હારેલી મેચ જીતી 14 પોઈન્ટ મેળવ્યા. મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગયું. આ પહેલા ભુવનેશ્વર કુમારે બોલ સાથે શાનદાર પ્રદર્શન કર્યું, 4 વિકેટ લીધી અને પર્પલ કેપ મેળવી. ભુવનેશ્વરે રાયન રિકલ્ટન, રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ અને તિલક વર્માને આઉટ કર્યા. ભુવનેશ્વર કુમારે IPL 2026 માં 11 મેચમાં 15.29 ની એવરેજથી 21 વિકેટ લીધી છે.
મુંબઈને હરાવ્યા પછી પણ કેપ્ટન રજત પાટીદાર કેમ ખુશ નથી?
મુંબઈ સામેની રોમાંચક જીત પછી પણ RCBના કેપ્ટન રજત પાટીદાર ખુશ ન હતો. તેને છેલ્લા બોલે મળેલી જીત પછી પોતાના બેટિંગ ક્રમને દોષ આપ્યો. તેને એમ પણ કહ્યું કે તેઓ જીતને લાયક નથી.
આ પણ વાંચો: BCCIએ શુભમન ગિલને નવા T20 કેપ્ટન તરીકે કર્યો નિયુક્ત, સૂર્યકુમાર યાદવ પાસેથી છીનવાઈ કેપ્ટનશીપ?