દિલ્હી કેપિટલ્સે પંજાબ કિંગ્સને 3 વિકેટથી હરાવ્યું. આશુતોષ શર્મા અને માધવ તિવારીએ ડેથ ઓવરોમાં પંજાબના બોલર્સનો સામનો કરીને દિલ્હીને વિજય અપાવ્યો અને પ્લેઓફની આશા જીવંત રાખી. આ દરમિયાન પંજાબ કિંગ્સને સતત ચોથી હારનો સામનો કરવો પડ્યો. દિલ્હીએ 19 ઓવરમાં 211 રનનો ટાર્ગેટ હાંસલ કર્યો.


એક સમયે દિલ્હી કેપિટલ્સ પાસે જીતવાની માત્ર 9 ટકા શક્યતા હતી. અક્ષર પટેલના પતન પછી દિલ્હી અચાનક હાર તરફ આગળ વધી રહ્યું હતું. જ્યારે અક્ષર પટેલ 30 બોલમાં 56 રન બનાવીને આઉટ થયો, ત્યારે દિલ્હીનો સ્કોર 14 ઓવરમાં 138/5 હતો. ડીસીને જીતવા માટે અંતિમ પાંચ ઓવરમાં 68 રનની જરૂર હતી.

મિલર-આશુતોષે મેચનું પાસું ફેરવી નાખ્યું

દિલ્હીને છેલ્લી 5 ઓવરમાં 68 રનની જરૂર હતી, અને ડેવિડ મિલર અને આશુતોષ શર્માએ જવાબદારી સંભાળી. ડેવિડ મિલર પહેલા ગીઅર બદલ્યા. એક સમયે ડેવિડ મિલર 20 બોલમાં 28 રન પર બેટિંગ કરી રહ્યો હતો, અને 7 બોલ પછી તેને પોતાનો અડધી સદી ફટકારી. મિલર 51 રન બનાવીને આઉટ થયો, પરંતુ દિલ્હીની મુશ્કેલીઓનો અંત ત્યાં આવ્યો નહીં.

દિલ્હીને છેલ્લી 3 ઓવરમાં 36 રનની જરૂર હતી. ત્યારબાદ આશુતોષ શર્મા અને માધવ તિવારીએ માર્કસ સ્ટોઈનિસની ઓવરમાં 19 રન ફટકાર્યા, જેમાં 1 ફોર અને 2 સિક્સરનો સમાવેશ થાય છે. છેલ્લા 12 બોલમાં 17 રનની જરૂર હતી. યશ ઠાકુરની ઓવરમાં આશુતોષ શર્માની વિકેટ પડતાં 11 રન મળ્યા. આશુતોષ 10 બોલમાં 24 રન બનાવીને આઉટ થયો. આકિબ નબીએ નો-બોલમાં ફોર અને ફ્રી હિટ પર સિક્સર ફટકારીને દિલ્હીની જીત સુનિશ્ચિત કરી.

દિલ્હી કેપિટલ્સ સાતમા સ્થાને પહોંચ્યો

ધર્મશાલામાં રમાયેલી મેચમાં દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન અક્ષર પટેલે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. પહેલા બેટિંગ કરતા પંજાબ કિંગ્સે 5 વિકેટ ગુમાવીને 210 રન બનાવ્યા. પંજાબ તરફથી પ્રિયાંશ આર્ય અને કેપ્ટન શ્રેયસ ઐયરે શાનદાર અડધી સદી ફટકારી. શ્રૈયસ ઐયરે 59 રન બનાવ્યા, જ્યારે પ્રિયાંશનું 56 રનનું યોગદાન હતું. પંજાબના વિશાળ સ્કોરના જવાબમાં દિલ્હી કેપિટલ્સે કેપ્ટન અક્ષર પટેલ અને ડેવિડ મિલરની વિસ્ફોટક અડધી સદીની મદદથી 3 વિકેટ ગુમાવીને 211 રનનો ટાર્ગેટ હાંસલ કર્યો. પંજાબ સામેની આ જીત સાથે દિલ્હી કેપિટલ્સે પ્લેઓફની આશા જીવંત રાખી. આ દરમિયાન પંજાબને સતત ચોથી હારનો સામનો કરવો પડ્યો. દિલ્હી કેપિટલ્સ હવે પોઈન્ટ ટેબલમાં એક સ્થાન આગળ વધીને 7મું સ્થાન મેળવી લીધું છે.

આ પણ વાંચો: BCCIએ શુભમન ગિલને નવા T20 કેપ્ટન તરીકે કર્યો નિયુક્ત, સૂર્યકુમાર યાદવ પાસેથી છીનવાઈ કેપ્ટનશીપ?

  • Follow us on: