ભારતીય ટીમ વિશ્વ ક્રિકેટમાં પ્રભુત્વ મેળવી રહી છે. લેટેસ્ટ વાર્ષિક ICC ટીમ રેન્કિંગમાં ટીમ ઈન્ડિયાએ ODI અને T20 ક્રિકેટમાં નંબર-1 સ્થાન જાળવી રાખીને વિશ્વ સમક્ષ પોતાની તાકાત દર્શાવી છે.
આ દરમિયાન ઓસ્ટ્રેલિયાએ ટેસ્ટ ક્રિકેટમાં પ્રભુત્વ જાળવી રાખ્યું છે. ભારતીય ટીમ ટેસ્ટ રેન્કિંગમાં ત્રીજા નંબરે હોવા છતાં મર્યાદિત ઓવરના બંને ફોર્મેટમાં તેનું પ્રભુત્વ ભારતીય ક્રિકેટ માટે એક મોટી સિદ્ધિ છે.
ટીમ ઈન્ડિયાએ T20Iમાં મચાવી ધૂમ
ICC દ્વારા જાહેર કરાયેલ વાર્ષિક રેન્કિંગમાં ભારતે પુરુષોની ODI અને T20 ઈન્ટરનેશનલ રેન્કિંગમાં ટોપનું સ્થાન જાળવી રાખ્યું છે. ખાસ વાત એ છે કે આ વર્ષે સતત બીજી વખત ICC મેન્સ T20 વર્લ્ડકપ જીતનાર પ્રથમ ટીમ બન્યા બાદ T20માં ભારતનું વર્ચસ્વ વધુ મજબૂત બન્યું છે. T20I રેન્કિંગમાં ભારતીય ટીમ 275 રેટિંગ પોઈન્ટ સાથે નંબર 1 પર યથાવત છે. ઈંગ્લેન્ડ 262 રેટિંગ પોઈન્ટ સાથે બીજા નંબરે છે, જ્યારે ઓસ્ટ્રેલિયા 258 રેટિંગ પોઈન્ટ સાથે ત્રીજા નંબરે છે.
ભારતીય ટીમ વનડેમાં ટોપ પર
ભારતે પણ ODI રેન્કિંગમાં પોતાનું ટોપનું સ્થાન છોડ્યું નથી. ટીમ ઈન્ડિયા પાસે હવે 118 રેટિંગ પોઈન્ટ છે, જે પહેલા કરતા એક પોઈન્ટ ઓછો છે, પરંતુ આ હોવા છતાં ભારત બીજા સ્થાને રહેલા ન્યુઝીલેન્ડથી 5 પોઈન્ટ આગળ છે. ન્યુઝીલેન્ડના 113 પોઈન્ટ છે, જ્યારે ઓસ્ટ્રેલિયા 109 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે. આ દરમિયાન સાઉથ આફ્રિકાએ ODI રેન્કિંગમાં શાનદાર છલાંગ લગાવી છે, પાકિસ્તાનને પાછળ છોડીને ચોથું સ્થાન મેળવ્યું છે. શ્રીલંકા છઠ્ઠા સ્થાને યથાવત છે. અફઘાનિસ્તાન, ઈંગ્લેન્ડ, બાંગ્લાદેશ અને વેસ્ટ ઈન્ડિઝ અનુક્રમે 7મા, 8મા, 9મા અને 10મા સ્થાને છે.
ઓસ્ટ્રેલિયા ટેસ્ટમાં નંબર 1 પર
ઓસ્ટ્રેલિયાએ ટેસ્ટ ક્રિકેટમાં પ્રભુત્વ જાળવી રાખ્યું છે. ઓસ્ટ્રેલિયાની ટીમ 131 રેટિંગ પોઈન્ટ સાથે નંબર 1 પર છે, જ્યારે વર્તમાન વિશ્વ ટેસ્ટ ચેમ્પિયન સાઉથ આફ્રિકા 119 રેટિંગ પોઈન્ટ સાથે બીજા નંબરે છે. ભારત ચોક્કસપણે એક સ્થાન આગળ વધ્યું છે અને હવે 104 રેટિંગ પોઈન્ટ સાથે ત્રીજા નંબરે છે. ઈંગ્લેન્ડ 102 રેટિંગ પોઈન્ટ સાથે ચોથા નંબરે સરકી ગયું છે. તાજેતરના વાર્ષિક રેન્કિંગમાં પાકિસ્તાનને પણ ફાયદો થયો છે. પાકિસ્તાને 89 રેટિંગ પોઈન્ટ સાથે શ્રીલંકાને પાછળ છોડી દીધું છે. વેસ્ટ ઈન્ડિઝ 8મા ક્રમે, બાંગ્લાદેશ ૯મા ક્રમે અને ઝિમ્બાબ્વે 10મા ક્રમે છે.
ICC ની વાર્ષિક રેન્કિંગ મે 2025 પછી રમાયેલી મેચોના 100 ટકા વેટેજ અને તે પહેલાના બે વર્ષમાં રમાયેલી મેચોના 50 ટકા વેટેજ પર આધારિત છે. પરિણામે આગામી દ્વિપક્ષીય સિરીઝે અને ICC ટુર્નામેન્ટ રેન્કિંગમાં નોંધપાત્ર ફેરફાર કરી શકે છે.
આ પણ વાંચો: BCCIએ શુભમન ગિલને નવા T20 કેપ્ટન તરીકે કર્યો નિયુક્ત, સૂર્યકુમાર યાદવ પાસેથી છીનવાઈ કેપ્ટનશીપ?