ICCએ ઘણા સમય પછી નવી ટેસ્ટ રેન્કિંગ જાહેર કર્યું છે. ટેસ્ટ મેચ રમાતી ન હતી, તેથી રેન્કિંગ અપડેટ થઈ શક્યું ન હતું. થોડા દિવસો પહેલા જ ICCએ વાર્ષિક રેન્કિંગ જાહેર કર્યું હતું, અને હવે તેઓએ તેને ફરીથી અપડેટ કર્યું છે.


તમને જણાવી દઈએ કે ભારતીય ટેસ્ટ કેપ્ટન શુભમન ગિલને રમ્યા વિના પણ ફાયદો થયો છે. આ દરમિયાન પાકિસ્તાનના સઈદ શકીલને મોટો ઝટકો લાગ્યો છે.

પહેલી ટેસ્ટ પછી રેન્કિંગ થયું અપડેટ

બાંગ્લાદેશ વિરુદ્ધ પાકિસ્તાન સિરીઝની પહેલી મેચ રમાઈ ગઈ છે, જે બાંગ્લાદેશે સરળતાથી જીતી લીધી હતી. આ દરમિયાન ICCએ નવું રેન્કિંગ પણ જાહેર કર્યું છે. ઈંગ્લેન્ડનો ભૂતપૂર્વ ટેસ્ટ કેપ્ટન જો રૂટ નંબર વન પર યથાવત છે. તેનું રેટિંગ 880 છે. હાલમાં તેમનું નંબર વન સ્થાન જોખમમાં નથી. બીજા નંબર પર રહેલા હેરી બ્રુકનું રેટિંગ 857 છે. આનો અર્થ એ છે કે નંબર વન અને બીજા ક્રમાંકિત બેટ્સમેન વચ્ચે નોંધપાત્ર અંતર છે, અને તે ટૂંક સમયમાં સમાપ્ત થશે નહીં.

શુભમન ગિલ અને રિષભ પંતને પણ એક-એક સ્થાનનો થયો ફાયદો

આ દરમિયાન ટોપ 8 ટેસ્ટ રેન્કિંગમાં કોઈ ફેરફાર થયો નથી. ભારતીય ટીમના કેપ્ટન શુભમન ગિલને આ વખતે એક સ્થાનનો ફાયદો થયો છે. જોકે તેને આ સમય દરમિયાન કોઈ ઈન્ટરનેશનલ મેચ રમી નથી, તે હવે દસમાથી નવમા સ્થાને પહોંચી ગયો છે.

શુભમન ગિલ સિવાય શ્રીલંકાના દિનેશ ચંદીમલ, ન્યુઝીલેન્ડના રચિન રવિન્દ્ર અને ડેરિલ મિચેલ, ઓસ્ટ્રેલિયાના એલેક્સ કેરી અને ભારતના રિષભ પંતને પણ એક-એક સ્થાનનો ફાયદો થયો છે. હકીકતમાં પાકિસ્તાનનો સઈદ શકીલ એક જ ઝટકામાં 6 સ્થાન નીચે આવી ગયો છે, તેથી આ બધા નીચલા ક્રમના બેટ્સમેનોને એક સ્થાનનો ફાયદો થયો છે.

સઈદ શકીલ કોઈ રન બનાવવામાં નિષ્ફળ ગયો અને સીધો 15મા સ્થાને સરકી ગયો

પાકિસ્તાનનો સઈદ શકીલ હવે 15મા સ્થાને પહોંચી ગયો છે. બાંગ્લાદેશ સામેની પહેલી ટેસ્ટમાં શકીલ પહેલી ઈનિંગમાં શૂન્ય રન પર આઉટ થયો હતો, પછી બીજી ઈનિંગમાં 15 રન પર. આનાથી તેને નુકસાન થયું છે. બીજી ટેસ્ટ શરૂ થશે, અને તે પછી નવી રેન્કિંગ જાહેર કરવામાં આવશે. તે પછી શું ફેરફાર થાય છે તે જોવાનું બાકી છે. પરંતપ ટેસ્ટ નિયમિત અંતરાલે યોજાશે, તેથી રેન્કિંગ પણ અપડેટ કરવામાં આવશે.

આ પણ વાંચો: BCCIએ શુભમન ગિલને નવા T20 કેપ્ટન તરીકે કર્યો નિયુક્ત, સૂર્યકુમાર યાદવ પાસેથી છીનવાઈ કેપ્ટનશીપ?

  • Follow us on: