ઈન્ડિયન પ્રીમિયર લીગની 19મી સીઝનની 58મી લીગ મેચ પંજાબ કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે ધર્મશાલા સ્ટેડિયમમાં રમાઈ રહી છે. સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ ટીમની કેપ્ટનશીપ કરી રહ્યો છે, અને જ્યારે તે ટોસ કરવા માટે મેદાન પર આવ્યો ત્યારે તે એક ખાસ ક્લબનો ભાગ બન્યો.
જસપ્રીત બુમરાહ તેના IPL કરિયરમાં પહેલીવાર કેપ્ટનશીપ કરી રહ્યો છે. આ સિઝનમાં હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશીપ કરી રહ્યો હતો, પરંતુ તેની ઈજા બાદ સૂર્યકુમાર યાદવે કેપ્ટનશીપ સંભાળી, જે વ્યક્તિગત કારણોસર આ મેચમાં રમી રહ્યો નથી. આવી પરિસ્થિતિમાં પંજાબ કિંગ્સ સામેની મેચમાં જસપ્રીત બુમરાહને કેપ્ટનશીપની જવાબદારી સોંપવામાં આવી છે.
કોઈ ટીમે એક જ સિઝનમાં ત્રણ કેપ્ટનની નિમણૂક કરી હોય
પંજાબ કિંગ્સ સામેની મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ માટે ટોસ કરવા માટે જસપ્રીત બુમરાહ મેદાનમાં ઉતર્યો કે તરત જ તે એક ખાસ ક્લબનો ભાગ બની ગયો. આઈપીએલના ઈતિહાસમાં આ ફક્ત પાંચમી વખત બન્યું છે જ્યારે કોઈ ટીમે એક જ સિઝનમાં ત્રણ અલગ અલગ કેપ્ટન રાખ્યા હોય. મુંબઈ ઈન્ડિયન્સ 2 વાર આ લિસ્ટમાં સ્થાન મેળવી ચૂકી છે, જ્યારે પુણે વોરિયર્સ ઈન્ડિયા, સનરાઈઝર્સ હૈદરાબાદ અને પંજાબ કિંગ્સે 1-1 વાર આમ કર્યું છે. જસપ્રીત બુમરાહ આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશીપ કરનાર 10મો ખેલાડી બન્યો છે.
એક જ IPL સિઝનમાં ત્રણ અલગ અલગ કેપ્ટનો ધરાવતી ટીમો
મુંબઈ ઈન્ડિયન્સ (2008) - હરભજન સિંહ, સચિન તેંડુલકર, શોન પોલોક.
પુણે વોરિયર્સ ઈન્ડિયા (2013) - એન્જેલો મેથ્યુસ, રોસ ટેલર, એરોન ફિન્ચ.
સનરાઈઝર્સ હૈદરાબાદ (2021) – ડેવિડ વોર્નર, કેન વિલિયમસન, મનીષ પાંડે.
પંજાબ કિંગ્સ (2024) – શિખર ધવન, સેમ કરન, જીતેશ શર્મા.
મુંબઈ ઈન્ડિયન્સ (2026) - હાર્દિક પંડ્યા, સૂર્યકુમાર યાદવ, જસપ્રીત બુમરાહ.
જસપ્રીત બુમરાહે સૂર્યકુમાર યાદવને લઈને કર્યો ખુલાસો
પંજાબ કિંગ્સ સામે ટોસ દરમિયાન સૂર્યકુમાર યાદવની ગેરહાજરી અને તેમની કેપ્ટનશીપ વિશે પૂછવામાં આવતા, જસપ્રીત બુમરાહે કહ્યું કે સૂર્યા આ મેચમાં વ્યક્તિગત કારણોસર રમી રહ્યો નથી.
કેપ્ટનશીપ અંગે તેને કહ્યું કે "હું 19 વર્ષનો હતો ત્યારે ટીમમાં જોડાયો હતો, અને મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશિપ કરતા પહેલા મેં ક્યારેય વિચાર્યું ન હતું કે મને ટેસ્ટ ક્રિકેટમાં કેપ્ટનશિપ કરવાની તક મળશે, પરંતુ તે એક સારી જવાબદારી છે. કેપ્ટન તરીકે તમારે બધાનું ધ્યાન રાખવું પડશે અને પોતાનું યોગદાન પણ આપવું પડશે. અમે આ સિઝનની બાકીની મેચો ખૂબ જ ગંભીરતાથી રમીશું કારણ કે આ રીતે આપણે શીખીએ છીએ."
આ પણ વાંચો: BCCIએ શુભમન ગિલને નવા T20 કેપ્ટન તરીકે કર્યો નિયુક્ત, સૂર્યકુમાર યાદવ પાસેથી છીનવાઈ કેપ્ટનશીપ?