પ્રિયાંશ આર્યને આઈપીએલમાં સૌથી વિસ્ફોટક બેટ્સમેનોમાંથી એક માનવામાં આવે છે, તેને દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં પણ ધૂમ મચાવી. પ્રિયાંશ આર્યએ 33 બોલમાં 56 રનની ધમાકેદાર ઈનિંગ રમી હતી, જેમાં 2 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકાર્યા હતા. પ્રિયાંશે મેચના પહેલા જ બોલ પર છગ્ગો ફટકાર્યો હતો. આ અડધી સદીની ઈનિંગ દરમિયાન પ્રિયાંશે 5 મોટા રેકોર્ડ બનાવ્યા.


પ્રિયાંશ આર્યએ 5 મોટા રેકોર્ડ તોડ્યા

IPL મેચના પહેલા બોલ પર છગ્ગો

IPL ઈતિહાસમાં અત્યાર સુધી 5 બેટ્સમેનોએ મેચના પહેલા બોલ પર છગ્ગો ફટકાર્યો છે. પ્રિયાંશ 2 વાર આવું કરનારો વિશ્વનો પ્રથમ બેટ્સમેન છે. વિરાટ કોહલી , યશસ્વી જયસ્વાલ, નમન ઓઝા અને ફિલ સોલ્ટે IPL મેચના પહેલા બોલ પર છગ્ગો ફટકાર્યો છે.

IPL ઈનિંગના પહેલા બોલ પર છગ્ગો

આ ત્રીજી વખત છે જ્યારે પ્રિયાંશ આર્યએ IPL ઈનિંગના પહેલા બોલ પર છગ્ગો ફટકાર્યો છે. આ રેકોર્ડમાં ફક્ત યશસ્વી જયસ્વાલ જ તેને પાછળ છોડી શક્યો છે, તેને પહેલા બોલ પર ચાર છગ્ગા ફટકાર્યા છે.

પહેલી વાર 30+ છગ્ગા

પ્રિયાંશ આર્યએ પોતાના આઈપીએલ કરિયરમાં પહેલી વાર એક જ સિઝનમાં 30 છગ્ગા ફટકાર્યા છે. 2025માં પોતાની ડેબ્યૂ સીઝનમાં તેને 25 છગ્ગા ફટકાર્યા હતા. અત્યાર સુધી પ્રિયાંશ આઈપીએલ 2026માં 32 છગ્ગા ફટકારી ચૂક્યો છે.

પાવરપ્લેમાં સૌથી વધુ 50+ સ્કોર

પ્રિયાંશ આર્ય હવે IPLમાં પાવરપ્લેમાં સૌથી વધુ 50+ સ્કોર કરનાર ભારતીય બેટ્સમેન બની ગયો છે. દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં પાવરપ્લે સમાપ્ત થાય તે પહેલાં તેને 50 રન પૂરા કર્યા હતા. આ ત્રીજી વખત હતું જ્યારે તેને પ્રથમ 6 ઓવરમાં ફિફ્ટીનો સ્કોર કર્યો હતો. ફક્ત વૈભવ સૂર્યવંશીએ 4 વખત આ સિદ્ધિ હાંસલ કરી છે.

પ્રિયાંશ આર્યએ ડીસી સામે પોતાની પહેલી ફિફ્ટી ફટકારી

33 બોલમાં 56 રનમાં દિલ્હી કેપિટલ્સ સામેની તેની પહેલી આઈપીએલ અડધી સદી છે. અગાઉ તેને દિલ્હી સામે 2 ઈનિંગમાં 6 અને 43 રન બનાવ્યા હતા. અંતે તેને ત્રીજી ઈનિંગમાં દિલ્હી સામે ફિફ્ટી ફટકારી.

આ પણ વાંચો: BCCIએ શુભમન ગિલને નવા T20 કેપ્ટન તરીકે કર્યો નિયુક્ત, સૂર્યકુમાર યાદવ પાસેથી છીનવાઈ કેપ્ટનશીપ?

  • Follow us on: