RCB Vs MI મેચ દરમિયાન ભૂતપૂર્વ સીએસકે ખેલાડી એસ. બદ્રીનાથના એક નિવેદને વિવાદ ઉભો કર્યો. તેને બેટિંગ કરતી વખતે કૃણાલ પંડ્યાની ઈજાને લઈને વિવાદાસ્પદ કોમેન્ટ કરી, જેનાથી લોકો ગુસ્સે થયા.
બદ્રીનાથ તે સમયે IPLના તમિલ પ્રસારણ પર કોમેન્ટ્રી કરી રહ્યા હતા. મુંબઈ ઈન્ડિયન્સ સામે 167 રનના ટાર્ગેટનો પીછો કરતા, આરસીબી 39 રનમાં 3 વિકેટ ગુમાવી ચૂકી હતી. તે મુશ્કેલ પરિસ્થિતિમાં કૃણાલ પંડ્યા મેદાનમાં ઉતર્યો અને ટીમ માટે મેચ વિનિંગ ઈનિંગ રમી.
ક્રેમ્પને કારણે કૃણાલ પીડાથી કણસતો જોવા મળ્યો
કૃણાલ પંડ્યાએ 46 બોલમાં 73 રન બનાવ્યા, જેમાં 5 છગ્ગા અને 4 ચોગ્ગાનો સમાવેશ થયો. રાયપુરની ગરમીમાં રમાયેલી આ ઈનિંગ દરમિયાન કૃણાલ પંડ્યાને ખેંચાણ થયું અને તે પીડાથી કણસતો જમીન પર પડ્યો રહ્યો. ખેલદિલી બતાવતા મુંબઈ ઈન્ડિયન્સનો વિકેટકીપર રાયન રિકલ્ટન તેની મદદ માટે દોડી ગયો. જ્યારે મેદાન પર આ ઘટના બની રહી હતી, ત્યારે તમિલ કોમેન્ટ્રી બોક્સમાં બેઠેલા બદ્રીનાથ આખી ઘટના પર પ્રતિક્રિયા આપી, જેના કારણે વિવાદ થયો.
'તેને ક્રેમ્પથી મરવા દો જેથી RCB જીતી ન શકે'
સોશિયલ મીડિયા મુજબ ભૂતપૂર્વ CSK ખેલાડી એસ બદ્રીનાથે કોમેન્ટ્રી કરતી વખતે કહ્યું હતું કે રાયન રિકલ્ટને કૃણાલ પંડ્યાને મદદ ન કરવી જોઈએ અને તેને જમીન પર ક્રેમ્પથી મરવા દેવો જોઈએ જેથી RCB મેચ હારી જાય. આ નિવેદન બાદ તે ટ્રોલર્સનો શિકાર બન્યો અને કોમેન્ટ્રી પેનલમાંથી તેને દૂર કરવાની માગ કરવામાં આવી.
બદ્રીનાથે કરી સ્પષ્ટતા
પરંતુ બદ્રીનાથે સમગ્ર મામલે સ્પષ્ટતા આપી છે અને કહ્યું છે કે તેને આવું કંઈ કહ્યું નથી.
RCBએ મેચ જીતી
RCBએ મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચ 2 વિકેટથી જીતી લીધી. તેને આ રોમાંચક મેચ છેલ્લા બોલ પર જીતી લીધી. આ જીત સાથે આરસીબી પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ગયું, જ્યારે મુંબઈ આઈપીએલ 2026માંથી બહાર થઈ ગયું.
આ પણ વાંચો: BCCIએ શુભમન ગિલને નવા T20 કેપ્ટન તરીકે કર્યો નિયુક્ત, સૂર્યકુમાર યાદવ પાસેથી છીનવાઈ કેપ્ટનશીપ?