મેદાન પર દરેક બોલ સાથે જુસ્સો, દરેક વિકેટ પર ગર્જના અને વિજયની ભાવના, વિરાટ કોહલીની આ સ્ટાઈલ તેને અન્ય ખેલાડીઓથી અલગ બનાવે છે. પરંતુ વર્ષોથી ક્રિકેટ ફેન્સમાં એક સવાલ ચર્ચાનો વિષય રહ્યો છે કે શું વિરાટની આ આક્રમકતા વાસ્તવિક છે કે માત્ર કેમેરા સામે પ્રદર્શન?


સંજય માંજરેકરે વિરાટની રમવાની માનસિકતા પર આપ્યું મોટું નિવેદન

હવે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સંજય માંજરેકરે આ ચર્ચા પર ખુલ્લેઆમ પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે. IPL 2026માં શાનદાર બેટિંગ કરીને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને પ્લેઓફની રેસમાં રાખનાર વિરાટ કોહલી અચાનક ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. સતત બે મેચમાં શૂન્ય રન પર આઉટ થયા બાદ તેના ફોર્મ પર સવાલો ઉભા થવા લાગ્યા છે. આ દરમિયાન સંજય માંજરેકરે વિરાટના સ્વભાવ અને તેની રમવાની માનસિકતા પર મોટું નિવેદન આપ્યું છે.

વિરાટ કોહલી ગુસ્સામાં વધુ સારી રીતે રમે છે

સંજય માંજરેકરે કહ્યું કે મેદાન પર વિરાટનો જુસ્સો કોઈ નવી યુક્તિ નથી, પરંતુ તેની ક્રિકેટ કરિયરની શરૂઆતથી જ તે તેની ઓળખ છે. તેમના મતે દિલ્હીમાં તેના U19 દિવસથી વિરાટની રમવાની સ્ટાઈલ એ જ રહી છે. સંજય માંજરેકરે કહ્યું કે ઘણા લોકો, ખેલાડીઓ પણ માને છે કે તે કેમેરા માટે આવું કરે છે. પરંતુ તે અસંમત છે, કારણ કે તેને ખેલાડીને U19 સ્તરથી જોયો છે. તે હંમેશા આ રીતે રમ્યો છે, અને આ જ તેને આગળ ધપાવ્યો છે, એક બેટ્સમેન તરીકે પણ. જ્યારે તે વિરોધી ટીમ પર ગુસ્સે થાય છે, ત્યારે તે વધુ સારી રીતે રમે છે.

આક્રમક પ્રતિક્રિયાઓથી લોકો આશ્ચર્યચકિત

મેદાન પર થતી દરેક નાની-મોટી ઘટના પર વિરાટ કોહલીની આક્રમક પ્રતિક્રિયાઓ ઘણીવાર લોકોને આશ્ચર્યચકિત કરે છે. IPLમાં સાદી વિકેટ હોય કે વર્લ્ડકપમાં મોટી ક્ષણ હોય, તેનો ઉત્સાહ ક્યારેય ડગમગતો નથી. આ જ કારણ છે કે ઘણા લોકો આ વર્તનને કેમેરા માટે ચાલાકી માને છે. પરંતુ સંજય માંજરેકર માને છે કે તે વિરાટના વ્યક્તિત્વનો એક સ્વાભાવિક ભાગ છે.

વિરાટ પાસે અદ્ભુત એનર્જી

ભૂતપૂર્વ ક્રિકેટરે એ પણ સ્વીકાર્યું કે 37 વર્ષની ઉંમરે પણ વિરાટની એનર્જી તેમને આશ્ચર્યચકિત કરે છે. તેને કહ્યું કે ખેલાડીઓનો ઉત્સાહ સામાન્ય રીતે ઉંમર સાથે ઓછો થઈ જાય છે, પરંતુ વિરાટ કોહલી સાથે એવું બન્યું નથી. સંજય માંજરેકરે કહ્યું કે તેમને લાગતું હતું કે આ ઉંમરે કોહલી શાંત થઈ જશે, પરંતુ તેઓ તેને કેચ લેતા, રન-આઉટ કરતા અને મેદાન પર વધુ પડતી એનર્જી દર્શાવતા જુએ છે.

આ પણ વાંચો: BCCIએ શુભમન ગિલને નવા T20 કેપ્ટન તરીકે કર્યો નિયુક્ત, સૂર્યકુમાર યાદવ પાસેથી છીનવાઈ કેપ્ટનશીપ?

  • Follow us on: