સૂર્યકુમાર યાદવ અને તેમની પત્ની દેવીશા શેટ્ટીના ઘરઆંગણે ખુશીનો માહોલ છવાઈ ગયો છે. ભારતીય T20 કેપ્ટન સૂર્યકુમાર યાદવ ગુરુવારે પિતા બન્યા જ્યારે દેવીશા શેટ્ટીએ પુત્રીને જન્મ આપ્યો. રવિવારે સૂર્યકુમારે સોશિયલ મીડિયા પર તેમની પુત્રીનો ફોટો શેર કર્યો અને તેનું નામ જાહેર કર્યું.
સૂર્યકુમાર યાદવે કહ્યું કે તેમની પુત્રીનું નામ રિદ્ધિમા રાખવામાં આવ્યું છે. ફેન્સ અને ક્રિકેટ જગત તરફથી તેને સતત શુભેચ્છાઓ મળી રહી છે. ફેન્સ આ નામનો અર્થ જાણવા માટે ઉત્સુક છે. રિદ્ધિમાનો અર્થ "પ્રેમથી ભરપૂર, સમૃદ્ધ, ખુશ" થાય છે.
આ દરમિયાન, સૂર્યકુમાર યાદવનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તેમાં અનુભવી ખેલાડી મુંબઈ એરપોર્ટ પર પાપારાઝીઓને મીઠાઈઓ વહેંચતા જોવા મળે છે. સૂર્યકુમારે પત્રકારોને કહ્યું કે "આ લો, તમે લોકો આ ખાઓ."
સૂર્યકુમાર યાદવ RCB સામે રમશે?
સૂર્યકુમાર યાદવ હાલમાં IPL 2026 માં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમી રહ્યો છે. રવિવારે રાયપુરમાં મુંબઈની મેચ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે થશે. આવા ખાસ પ્રસંગે તેમની પુત્રીના નામની જાહેરાતથી તેના ફેન્સમાં ખુશી છવાઈ ગઈ છે. તેઓ રવિવારે RCB સામે રમી શકે તેવી શક્યતા છે. આ સિઝનમાં સૂર્યકુમાર યાદવનું બેટ શાંત રહ્યું છે, તેને 10 મેચમાં ફક્ત 195 રન બનાવ્યા છે.
સૂર્યકુમાર યાદવનું નિરાશાજનક પ્રદર્શન
સૂર્યકુમાર યાદવે 19મી સીઝનમાં અત્યાર સુધીમાં 10 મેચ રમી છે. આ સમયગાળા દરમિયાન તેને 10 ઈનિંગમાં 19.50 ની એવરેજ અને 145.52 ના સ્ટ્રાઈક રેટથી 195 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન તે ફક્ત એક જ અડધી સદી ફટકારી શક્યો છે. ચાલુ સિઝનમાં સૂર્યાએ 23 ચોગ્ગા અને પાંચ છગ્ગા ફટકાર્યા છે. મુંબઈ ઈન્ડિયન્સની વાત કરીએ તો, ફ્રેન્ચાઈઝીએ 10 માંથી ફક્ત 3 મેચ જીતી છે. ટીમ 7 મેચ હારી ગઈ છે અને તેમનો નેટ રન રેટ -0.649 છે. 6 પોઈન્ટ સાથે 5 વખતની ચેમ્પિયન ટીમ હાલમાં પોઈન્ટ ટેબલમાં 9મા નંબરે છે. ટીમનું પ્લેઓફમાં રમવાનું સ્વપ્ન લગભગ ચકનાચૂર થઈ ગયું છે.
આ પણ વાંચો: BCCIએ શુભમન ગિલને નવા T20 કેપ્ટન તરીકે કર્યો નિયુક્ત, સૂર્યકુમાર યાદવ પાસેથી છીનવાઈ કેપ્ટનશીપ?